1 |
|
अ. क्रि. |
અર્પણ થવું.
|
2 |
|
अ. क्रि. |
ઉશ્કેરાવું.
|
3 |
|
अ. क्रि. |
એકઠું થવું.
|
4 |
|
अ. क्रि. |
કરાવું; બજાવાવું.
|
5 |
|
अ. क्रि. |
ખૂબ હોવું.
|
6 |
|
अ. क्रि. |
ખેતરમાં પાણી પવાવું.
|
7 |
|
अ. क्रि. |
ગિરદી થવી.
|
8 |
|
अ. क्रि. |
ગુસ્સામાં આવવું.
|
9 |
|
अ. क्रि. |
ઘા રુઝાઈ જવો.
|
10 |
|
अ. क्रि. |
ઘોડાનું ઊતરી જવું.
|
11 |
|
अ. क्रि. |
ઘોડી કે કૂતરીનું સગર્ભા થવું.
|
12 |
|
अ. क्रि. |
ચોપડાવું.
|
13 |
|
अ. क्रि. |
છલકાવું.
|
14 |
|
अ. क्रि. |
જગ્યા ભરાવી.
|
15 |
|
अ. क्रि. |
જાડું થવું; શરીર હૃષ્ટપુષ્ટ થવું.
|
16 |
|
अ. क्रि. |
ઠસાવું; ભેગું થવું.
|
17 |
|
अ. क्रि. |
તરબોળ થવું.
|
18 |
|
अ. क्रि. |
થાકી જવું.
|
19 |
|
अ. क्रि. |
દંડ આપવો.
|
20 |
|
अ. क्रि. |
પરાણે કઢાવું.
|
21 |
|
अ. क्रि. |
પવન ભરાવો.
|
22 |
|
अ. क्रि. |
પશુ ઉપર ભાર લાદવો.
|
23 |
|
अ. क्रि. |
પશુએ ગર્ભ ધારણ કરવો.
|
24 |
|
अ. क्रि. |
પાકવું; ગૂમડું પાકી જવું.
|
25 |
|
अ. क्रि. |
પાછું મળવું.
|
26 |
|
अ. क्रि. |
પૂરું થવું.
|
27 |
|
अ. क्रि. |
પૂરું ભરાઈ જવું.
|
28 |
|
अ. क्रि. |
પૈસા પાછા મળવા.
|
29 |
|
अ. क्रि. |
પૈસાદાર કે આબાદ થવું.
|
30 |
|
अ. क्रि. |
બદલો મળવો.
|
31 |
|
अ. क्रि. |
બંદૂક ભરાવી.
|
32 |
|
अ. क्रि. |
બીબું પડાવું.
|
33 |
|
अ. क्रि. |
ભૂત વળગવું.
|
34 |
|
अ. क्रि. |
મનમાં ક્રોધ થવો.
|
35 |
|
अ. क्रि. |
માપસર પગલાં ભરવાં.
|
36 |
|
अ. क्रि. |
રંગાવું.
|
37 |
|
अ. क्रि. |
રેડાવું.
|
38 |
|
अ. क्रि. |
લાગણી થવી.
|
39 |
|
अ. क्रि. |
વારેવારે બોલવું; ગોખવું.
|
40 |
|
अ. क्रि. |
શીતળા વગેરેના દાણા શરીરમાં નીકળી આવવા.
|
41 |
|
अ. क्रि. |
સહન થવું.
|
42 |
|
अ. क्रि. |
સંતોષ થવો.
|
43 |
|
अ. क्रि. |
સાક્ષી આપવી.
|
44 |
|
स. क्रि. |
અધૂરું પૂરું કરવું.
|
45 |
|
स. क्रि. |
આપવું.
રૂઢિપ્રયોગ
મૂંહ-મોં-ભરવું = (૧) ખાવું; કોળિયો લેવો. (૨) લાંચ આપવી.
|
46 |
|
स. क्रि. |
આમતેમ પગલાં ભર્યા કરવાં; આમતેમ ફરવું; પહેરો ભરવો.
રૂઢિપ્રયોગ
૧. ડગલું ભરવું = (૧) પગલું માંડવું. (૨) વિચારીને આગળ ચાલવું.
૨. પગલું ભરવું = (૧) ઇલાજ લેવો; ઉપાય કરવો; કામ લેવું. (૨) ચાલવું; વ્યવહારમાં વર્તવું આચરણ કરવું. (૩) ધીમે ધીમે ભારેખમ રીતે ગંભીરાઈથી ચાલવું. (૪) પગલાં વડે ચાલવું; કદમ મૂકવું; ડગલું પડવું. (૫) પ્રવેશ કરવો; અંદર જવું.
|
47 |
|
स. क्रि. |
ઉમેરવું; વધારો કરવો; પૂરવું.
રૂઢિપ્રયોગ
૧. આંખ ભરવી = (૧) આંસુ પાડવાં. (૨) દવા આંખમાં નાખવી. (૩) નિહાળી નિહાળીને જોવું.
૨. રસ ભરવો = (૧) અતિશયોક્તિ કરવી; મીઠું મરચું ભભરાવવું; વધારીને કહેવું કરવું. (૨) કોઈ બાબતમાં રસ કે સ્વાદ રહે તેમ કરવું.
|
48 |
|
स. क्रि. |
કપડાં વગેરે ઉપર રેશમ, ઊન કે દોરા વડે ભાત પાડવી; ફૂલવેલ ભરવી; ભરતકામ કરવું.
રૂઢિપ્રયોગ
૧. ભરત ભરવું = કપડાં ઉપર રેશમ વગેરેનાં ફૂલવેલ પાડવાં.
૨. વાડી ભરવી = વેણીમાં ફૂલ ગૂંથવાં; ફૂલથી વેણી શણગારવી.
|
49 |
|
स. क्रि. |
કીમત, કર, કિરાયું કે ભાડું આપવું.
રૂઢિપ્રયોગ
|
50 |
|
स. क्रि. |
કૂવા, તળાવ વગેરેમાંથી પાણી ખેંચી કાઢવું; પાત્ર ભરીને પાણી લઈ આવવું.
રૂઢિપ્રયોગ
પાણી ભરવું = (૧) કૂવામાંથી ઘરમાં વાપરવાનું પાણી ખેંચી આવવું; નદીમાંથી પાણી ભરવું. (૨) ના કરતાં ઊતરતા થવું.
|
51 |
|
स. क्रि. |
ક્રિયા કરવી.
રૂઢિપ્રયોગ
ખોળો ભરવો = અઘરણી કરવી; સીમંતનો વિધિ ને તેને લગતો કરિયાવર કરવો.
|
52 |
|
स. क्रि. |
ખાડો, પાત્ર વગેરે પ્રવાહી અથવા બીજી વસ્તુથી પૂરવું; રેડવું.
|
53 |
|
स. क्रि. |
ખાતે જમે કરાવવું.
|
54 |
|
स. क्रि. |
ખાલી ખાનાં કે આસનમાં લખી આપવું; આંકડા વગેરે પૂરવા.
રૂઢિપ્રયોગ
૧. ખાનું ભરવું = ખાલી આસનમાં આંકડા, હકીકત વગેરે લખી કાઢવાં.
૨. ભરી કાઢવું = (૧) ખાનાં પૂરવાં. (૨) ભરેલું કરી દેવું. (૩) સ્થાપી દેવું; નીમી દેવું.
|
55 |
|
स. क्रि. |
ખાલી પદ કે નોકરી ઉપર સ્થાપવું; નીમવું.
|
56 |
|
स. क्रि. |
ગુપ્ત રીતે કોઇની નિંદા કે કોઇ ખરાબ વાત મનમાં ઠસાવવી.
રૂઢિપ્રયોગ
કાન ભરવા = ભંભેરવું; ચડાવવું; સાચુંખોટું કહી ઉશ્કેરવું.
|
57 |
|
स. क्रि. |
ગોઠવવું.
|
58 |
|
स. क्रि. |
ચારે બાજુએ ઢાંકી દેવું.
|
59 |
|
स. क्रि. |
ટાંકો મારવો; સીવવું; સાંધવું.
રૂઢિપ્રયોગ
દોરો ભરવો = સીવવું; સાંધવું.
|
60 |
|
स. क्रि. |
ટીપમાં કે દાનપત્રમાં રકમનો આંક પાડી આપવો; ટીપમાં નાણાં ભરવાં.
રૂઢિપ્રયોગ
ટીપમાં ભરવું = ફંડમાં પૈસા નોંધાવવા.
|
61 |
|
स. क्रि. |
ઠાંસવું; પૂરવું.
રૂઢિપ્રયોગ
બંદૂક ભરવી = (૧) તૈયાર થઈ રહેવું. (૨) બંદૂકમાં દારૂ ભરવો.
|
62 |
|
स. क्रि. |
નાખવું; અંદર મૂકવું.
|
63 |
|
स. क्रि. |
પકડવું.
રૂઢિપ્રયોગ
મોટી બાથ ભરવી = (૧) આલિંગન દેવું. (૨) તત્પર થવું. (૩) મોટી ઇચ્છા કરવી; મોટું સાહસ ખેડવું. (૪) સામા થવું.
|
64 |
|
स. क्रि. |
પાણી કાઢવું વગેરે કામ કરવાની નોકરી કરવી.
રૂઢિપ્રયોગ
૧. દિવસ ભરવા = રોજીએ કામ કરવું.
૨. નોકરી ભરવી = નોકરી કરવી.
|
65 |
|
स. क्रि. |
પૂર્ણ, સમૃદ્ધ કે છતવાળું કરવું.
રૂઢિપ્રયોગ
૧. ખાતું ખાય અને બરતું ભરે = જરૂરિયાત હમેશા પૂરી પડી રહે છે.
૨. ઘર ભરવું = (૧) કોઈનું લૂંટી લાવી કે ઠગીને ઘર ભેગું કરવું. (૨) પૈસાટકાથી ઘરને ભરપૂર કરવું. (૩) વાડી વિસ્તાર વધારવો.
૩. ભરતામાં ભરવું = જ્યાં પુષ્કળ હોય ત્યાં વધારો થયા કરવો; વધારામાં વધારવું.
૪. ભર્યા પેટે સાકર ખાટી = દરકાર વગરનાનો સારૂં યે ખાટું લાગે.
૫. ભર્યું ઘર = સરસામાન, અન્નપાણી અને પૈસેટકે પૂર્ણ ભરેલું ઘર; ભર્યુંભાદર ઘર.
૬. ભર્યું ભાદર = રાચરચીલું અને બીજી વસ્તુથી ભરપૂર.
|
66 |
|
स. क्रि. |
ફળરૂપે મળવું; લણવું.
|
67 |
|
स. क्रि. |
બીબાં ગોઠવવાં.
|
68 |
|
स. क्रि. |
ભરણપોષણ કરવું.
રૂઢિપ્રયોગ
પેટ ભરવું = (૧) ખાવું; ગુજરાન ચલાવવું. (૨) સ્વાર્થ સાધવો.
|
69 |
|
स. क्रि. |
ભરપાઈ કરવું; નુક્સાની ભરી આપવી.
રૂઢિપ્રયોગ
૧. ભરણું ભરવું = તિજોરીમાં પૈસા ભરવા.
૨. ભરી આપવું = (૧) કોઈ પાત્ર પ્રવાહીથી ટંકોટંક કરી આપવું. (૨) દાન કે બક્ષિશની ટીપમાં કંઈ નાણું આપવા કબૂલ થવું; ટીપમાં ભરવું. (૩) નુક્સાનીનો બદલો આપવો; મજરે આપવું. (૪) માપી આપવું.
૩. ભરી લેવું = (૧) નુક્સાનનો પૂરો બદલો લેવો; નુક્સાન થયું હોય તે લેવું. (૨) માપી લેવું.
|
70 |
|
स. क्रि. |
ભેગુ કરવું; લોકો એકઠા કરવા.
|
71 |
|
स. क्रि. |
માપ કાઢવું.
રૂઢિપ્રયોગ
૧. જમીન ભરવી = જમીન માપવી.
૨. ભરી પીવું = (૧) ન ગણવું; ન ગાંઠવું. (૨) પૂરું પડવું; પહોંચી વળવું; સમજી લેવું. (૩) મળી જવું; ઐક્યતા બાંધવી. વિચાર, મૈત્રી વગેરેમાં વપરાય છે. કજિયો પત્યા પછી મેળાપ કરતી વખતે પ્યાલો ભરીને અરસપરસ પાવા પીવાનો રિવાજ છે. (૪) સુખદુ:ખ, નફોનુક્સાન જે થાય તે એકાદ જણે પોતાને માથે લઇ લેવું; ગમે તે પ્રકારે નિકાલ કરવાનું માથે લેવું; મરી ફીટવું.
|
72 |
|
स. क्रि. |
રંગ પૂરવો; ચિત્ર કાઢવું.
રૂઢિપ્રયોગ
રંગ ભરવો = (૧) ચીતરવું. (૨) બહલાવવું; ઉત્તેજન આપવું; ખીલવવું. (૩) મરચું મીઠું ભભરાવવું.
|
73 |
|
स. क्रि. |
લાદવું; જેમકે, ભાર ભરવો.
|
74 |
|
स. क्रि. |
લેવું.
રૂઢિપ્રયોગ
બચકું ભરવું = (૧) કરડવું. (૨) સામા થવું; ઘૂરકવું; તરફોડા કરવા; કજિયો કરવો.
|
75 |
|
स. क्रि. |
શરાફને ત્યાં મોકલવા, જમા કરાવવા અથવા કોઇના લેણા પેટે આપવું.
રૂઢિપ્રયોગ
વસૂલ ભરવું = હિસાબમાં જમા કરાવવું.
|
76 |
|
स. क्रि. |
સહન કરવું.
|
77 |
|
स. क्रि. |
સંઘરવું; અનાજનો સંગ્રહ કરવો.
રૂઢિપ્રયોગ
૧. દાણા ભરવા = અનાજનો સંગ્રહ કરવો.
૨. ફસલ ભરવી = આખા વર્ષને માટે જોઇતો સામાન ઘરમાં રાખી મૂકવો.
૩. ભરી આપવું = નુક્સાનીનો બદલો આપવો; મજરે આપવું.
૪. ભરી ઘાલવું = ઠસાવી દેવું.
૫. ભરી દેવું = સંપૂર્ણ ભરવું.
૬. ભરી પીવું = પહોંચી વળવું; સમજી લેવું.
૭. ભરી ભાંગવું = (૧) અભરે ભરવું; ઘણું આપવું. (૨) એટલું બધું ભરવું કે જેથી વાસણ ભાંગવાની તૈયારીમાં આવે.
૮. ભરી મૂકવું = (૧) ગંદું કરવું. (૨) સંચી રાખવું; એકઠું કરવું; સંગ્રહ કરી રાખવો.
|