5 |
|
स्त्री. |
આત્મજ્ઞાનનો અભિનિવેશ; આત્મકાર ચિત્તધારા; નિદિધ્યાસન. પુરાણોમાં ત્રણ પ્રકારની ભાવનાઓ માનવામાં આવી છે: બ્રહ્મભાવના, કર્મભાવના અને ઉભયાત્મિકાભાવના કહેવામાં આવ્યું છે કે જેવું મનુષ્યનું ચિત્ત હોય છે, તેવી તેની ભાવના હોય છે. જેનું ચિત્ત નિર્મળ હોય છે, તેની ભાવના બ્રહ્મ સંબંધી હોય છે. જેનું ચિત્ત મેલું હોય છે, તેની ભાવના વિષયવાસના તરફ જાય છે. જૈનમાં પરિકર્મભાવના, ઉપચારભાવના અને આત્મભાવના આ ત્રણ ભાવનાઓ માનવામાં આવી છે. બૌદ્ધમાં માધ્યમિક, યોગાચાર, સૌગાંતિક અને વૈભાષિક એ ચાર ભાવનાઓ માનવામાં આવી છે. કહેવાયું છે કે મનુષ્ય એના દ્વારા પરમ પુરુષાર્થ કરે છે. યોગાશાસ્ત્ર મુજબ અન્ય વિષયોને છોડી દઈને વારંવાર કેવળ ધ્યેય વસ્તુનું ધ્યાન કરવું એ ભાવના કહેવાય છે. વૈશેષિક અનુસાર આ આત્મા એક ગુણ કે સંસ્કાર છે, જે દેખવામાં, સાંભળવામાં અને જાણવામાં આવતા પદાર્થના સંબંધમાં સ્મૃતિ કે ઓળખાણનો હેતુ થાય છે અને જ્ઞાન, મદ, દુ:ખ વગેરે તેના નાશ કરનાર છે. વિનોબાજી લખે છે કે, બલિદાન, ત્યાગ આદિની કીમત ભાવના કે અભિમત્રથી વધે છે. ટૉલ્સ્ટોય ઈસામમસીહના બલિદાનની સ્તુતિ કરે છે. ભગવાનને નામે એણે ખૂબ કષ્ટ વેઠ્યું. સુદામાના તાંદુલ ભક્તિભાવથી અભિમંત્રિત થતાં બહુ કીમતી થયા. કર્મયોગમાં કર્મને નોટ સમજો ને ભાવનાને મહોર માનો. છાપથી કાગળની પણ કીમત મોટી ગણાય છે. મૂર્તિપૂજાનું રહસ્ય પણ એ જ છે. ભાવના, શ્રદ્ધારૂપી મંત્રથી તે અણમોલ બને છે. મનુસ્મૃતિમાં ગુરુદક્ષિણામાં શ્રદ્ધા કે ભક્તિભાવથી અર્પણ કરલે પત્ર, પુષ્પની કીમત વધી પડે છે. રુકિમણી માતાએ ભાવભક્તિએ એક ત્રાજવામાં મૂકલે તુલસીપત્ર વજનમાં વધી પડ્યું. કર્મયોગીના કર્મની પણ એ જ રીતે ભક્તિભાવથી કીમત અણમોલી થાય છે. સ્નાન, સૂર્યનમસ્કાર આદિથી દેશશુદ્ધિ તો થાય, પણ ભાવના હોય તો મનશુદ્ધિ કે ચિત્તશુદ્ધિ પણ સાથોસાથ થાય છે. શ્રીકૃષ્ણ ભગવાન ઘોડાને ચંદી ખવરાવે છે, યજ્ઞમાં એઠી પતરાવળીઓ ઉપાડે છે, અર્જુનનો રથ હાંકે છે એ બધું દિવ્ય ભાવનાથી જ થાય છે. ખાદી, કાંતવું આદિ સર્વ કર્મમાં ભાવના મુખ્ય છે. નિષ્કામ કર્મયોગમાં અદ્ભુત સામર્થ્ય છે. તુલાધાર, સેના નાઈ, ગોરા કુંભારની સ્વકર્મમાં દિવ્ય ભાવના હતી, તો તે દ્વારા તેઓ સિદ્ધિ પામ્યા. જે કર્મ કરે છે, તેની બમણી ભાવના થાય છે. એક તો એ કે, મારા કર્મનું ફળ હું અવશ્ય ચાખીશ, તે મારો અધિકાર છે. અને તેની વિપરીત બીજી એ કે, જો મને ફળ ભોગવવાનું ન મળે તો હું કર્મ જ નહિ કરૂં. ગીતા આ બે સિવાય એક ત્રીજી જ ભાવના યા વૃત્તિ બતાવે છે. તે કહે છે કે, કર્મ તો અવશ્ય કરો, પરંતુ ફળમાં પોતાનો અધિકાર રાખો નહિ. જે કર્મ કરે છે તેને ફળનો અધિકાર અવશ્ય મળે છે, પરંતુ તમે તેના અધિકારને સ્વયં જ છોડી દો. સંસારી પુરુષ અને કર્મયોગી બંનેને કર્મોનું સામ્ય અથવા વૈષમ્ય તત્કાલ દેખાય છે. જો કર્મયોગી ગોરક્ષાનું કામ કરી રહ્યો હોય તો તે કઇ દૃષ્ટિથી કરશે ? તેની એવી ભાવના રહેશે કે, ગોસેવા કરવાથી સમાજને ભરપૂર દૂધ મળશે, ગાયને બહાને મનુષ્યને નીચલી પશુસૃષ્ટિ સંબંધ જોડાશે, એમ નહિ કે મને વેતન મળશે. વેતન તો ક્યાંય ગયું નથી, પરંતુ અસલી આનંદ, સાચું સુખ આ દિવ્ય ભાવનામાં છે. કોઇ પણ કર્મ એવી ભાવનાથી કરવામાં આવે કે તે પરમેશ્વરનું છે, તો તે મામૂલી હોવા છતાં પણ પવિત્ર થઈ જાય છે. આ વાત અનુભવસિદ્ધ છે. મનમાં જરા આ ભાવના કરીને જુઓ કે જે વ્યક્તિ આપણે ઘેર આવેલ છે, તે ઈશ્વરૂપ છે. કોઇ મામૂલી મોટો માણસ પણ જ્યારે આપણે ઘેર આવે છે તો આપણે કેટલી સફાઈ રાખીએ છીએ. અને કેવાં સરસ ભોજન બનાવીએ છીએ જો એવી ભાવના કરીએ કે તે પરમેશ્વર છે, તો આપણી એ ભાવનામાં કેટલો ફેર પડી જશે ? માત્ર ફૂલ ચડાવી દેવું એ જ પૂજા નથી, તેમાં ભાવના આવશ્યક છે.ફૂલ ચડાવવું એ પૂજાનો એક પ્રકાર છે, સત્કર્મો દ્વારા પૂજા કરવી એ બીજો પ્રકાર છે; પરંતુ બંનેમાં ભાવનારૂપી રસ આવશ્યક છે. ફૂલ ચડાવી દેવું, પણ ભાવના મનમાં ન હોય તો માત્ર પથ્થર ઉપર જ ચડ્યું છે ! અત: અસલી વસ્તુ તો ભાવના જ છે.
રૂઢિપ્રયોગ
ભાવના તેવી સિદ્ધિ = ભાવ તેવી ભક્તિ; ગણો તો દેવ, નહિ તો પથ્થર.
|
26 |
|
स्त्री. |
( જૈન ) સંસારનું અનિત્યાદિ ચિંતવવું તે. આવી ભાવના બાર છે: (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકત્વ ભાવના, (૫) અન્યત્વ અથવા પરપંખ ભાવના, (૬) અશુચિ ભાવના, (૭) આશ્રય ભાવના, (૮) સંવર ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લોકસ્વરૂપ ભાવના, (૧૧) બોધિબીજ ભાવના, (૧૨) ધર્મ ભાવના.
|