1 |
[ સં. ] |
पुं. |
કાર્તિકેય.
|
2 |
|
पुं. |
કુમાર.
|
3 |
|
पुं. |
કૃષ્ણપક્ષ.
|
4 |
|
पुं. |
ગતાગમ વગરનું માણસ; જડ જેવું માણસ; અક્કલે ઓછું ને શરીરે સારૂં માણસ.
રૂઢિપ્રયોગ
૧. ભંભેરીને ભૂત કરવું = ગાંડા જેવું બનાવવું; મારમાર કરે તેવું બનાવવું; અતિ ઉશ્કેરવું.
૨. ભૂતનો ભાઈ = (૧) એક બાબત પાછળ ઘણો લાંબો વખત વળગ્યો જ રહે એવો માણસ. (૨) ભૂતનો સોબતી.
|
5 |
|
पुं. |
( વ્યાકરણ ) ગયેલો કાળ; ભૂતકાળ; વ્યતીત સમય.
|
6 |
|
पुं. |
પિશાચ; પ્રેત.
ઉપયોગ
વિદ્યાધર, અપ્સરા, યક્ષ, રક્ષસ, ગંધર્વ, કિંનર, પિશાચ, ગુહ્યક, સિદ્ધ, ભૂત એ દેવયોનિની સંજ્ઞા છે. – અમરકોષ
|
7 |
|
पुं. |
પ્રાણી; જીવ.
ઉપયોગ
જેહ તો સર્વ ભૂતોને પેખે છે આત્મને વિષે, ને સર્વ ભૂતમાં આત્મા પછી તેને ધૃણા કશી ? – ઉપનિષત્પંચક
|
8 |
|
पुं. |
( પુરાણ ) ભૃગુપુત્ર; એ નામના એક બ્રહ્મર્ષિ.
|
9 |
|
पुं. |
મૂળ દ્રવ્ય કે પદાર્થ.
|
10 |
|
पुं. |
યોગીંદ્ર; યોગીઓમાં શ્રેષ્ઠ.
|
11 |
|
पुं. |
રાક્ષસ; દૈત્ય.
|
12 |
|
पुं. |
લોધ્ર.
|
13 |
|
पुं. |
( જૈન ) વનસ્પતિકાયનો જીવ.
|
14 |
|
पुं. |
( પુરાણ ) વસુદેવથી પૌરવીને થયેલો એ નામનો એક દીકરો.
|
15 |
|
पुं. |
વેદમાં વપરાયેલું રુદ્રનું એક નામ.
|
16 |
|
पुं. |
સત્ય વાત.
|
17 |
|
स्त्री. |
લેઉઆ અને કડવા કણબી, મેમણ અને વોરાની એ નામની એક અટક.
|
18 |
|
न. |
આકાશ વગેરે વ્યક્ત નામરૂપાત્મક સત્ શબ્દવાળું જગત.
|
19 |
|
न. |
આકાશથી પૃથ્વી સુધીનાં ભૂત અને તેનાં કાર્યો.
|
20 |
|
न. |
( જૈન ) આઠ માંહેના એક પ્રકારના વ્યંતરનિકાય દેવ, ભૂતોના નવ પ્રકાર છે: સુરૂપ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂત્તોત્તમ, સ્કંદિક, મહાસ્કંદિક, મહાવેગ, પ્રતિછન્ન અને આકાશગ.
|
21 |
|
न. |
એ નામની અટકનું માણસ.
|
22 |
|
न. |
કદરૂપું માણસ; વિચિત્ર અને બિહામણું માણસ.
|
23 |
|
न. |
ચૈતન્ય.
|
24 |
|
न. |
જેના સેવનથી ભૂત, પિશાચ વગેરેનો ઉપદ્રવ શાંત થઇ જાય તેવું ઔષધ.
|
25 |
|
न. |
તત્ત્વાનુસંધાન.
|
26 |
|
न. |
દુનિયાની જડ ચેતન સૃષ્ટિ; સૃષ્ટિનો કોઇ જડ કે ચેતન, ચર કે અચર પદાર્થ.
|
27 |
|
न. |
ન્યાય.
|
28 |
|
न. |
( પિંગળ ) પાંચ સૂચક સાંકેતિક શબ્દ; પાંચનવી સંજ્ઞા.
|
29 |
|
न. |
પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચમહાભૂત માંહેનું દરેક.
|
30 |
|
न. |
ફરિયાદીની ખરી હકીકત.
|
31 |
|
न. |
બહુ દુષ્ટ કે વ્યભિચારી માણસ.
|
32 |
|
न. |
ભયંકર આકૃતિ.
|
33 |
|
न. |
ભૂતની જેમ પાછળ ફરનાર માણસ. જેમકે, બાતમીદાર.
રૂઢિપ્રયોગ
ભૂત ભમવાં = (૧) ઇચ્છા રાખતા ઘણા ઉમેદવારો પાછળ પાછળ ફરતા હોવા; ઘણા ઉમેદવાર હોવા; ઘણા લોક ગરજાઉ હોવા. (૨) દુ:ખ આવી પડવાનો ભય હોવો. (૩) સ્વાર્થની ખાતર ચૂપકીથી બાતમીદારોનું પાછળ પાછળ ભમ્યા કરવું.
|
34 |
|
न. |
મનુષ્ય.
|
35 |
|
न. |
મરણ પામેલ અને અગ્નિદાહ થઈ ચૂકેલ વ્યક્તિ. સત્યાર્થ પ્રકાશમાં લખે છે કે, શરીરનો દાહ થઈ ચૂક્યો, ત્યારે તેનું નામ ભૂત કહેવાય છે.
|
36 |
|
न. |
વહેમ; ધૂન.
રૂઢિપ્રયોગ
૧. ભૂત ભરાવું = (૧) ઘેલું લાગવું. (૨) ધૂનમાં ચડવું; ધૂંધવાટ, ધૂન કે વહેમ વળગવાં; એકાદ વાત મનમાં ને મનમાં રાખવાથી વિભ્રમ થવો. (૩) વાંકું પડવું; રિસાવું.
૨. ભૂત ભેરવવું-વળગાડવું = લપ કે ધૂન વળગાડવી.
૩. ભૂતની મીઠાઈ કે પકવાન્ન = (૧) વાસ્તવમાં જેનું અસ્તિત્વ ન હોય પરંતુ ભ્રમથી દેખાતો હોય એવો પદાર્થ. (૨) સહજમાં મળેલું ધન. તે જલદી નાશ પામે છે એમ મનાય છે. (૩) હરામનું આવેલ હરામને રસ્તે જાય.
૪. મનસા-મંછા ભૂત ને શંકા ડાકણ = ખોટો વહેમ.
|
37 |
|
न. |
વૃક્ષ; ઝાડ.
|
38 |
|
न. |
વૃત્ત.
|
39 |
|
न. |
શબ; મડદું.
|
40 |
|
न. |
શરીર.
|
41 |
|
न. |
શંકરનો પરિવાર.
|
42 |
|
न. |
સત્ય.
|
43 |
|
न. |
સત્યપણું.
|
44 |
|
न. |
સંસારમાંના કોઇ ભાવમાં મન રહી જવાથી અવગતિ પામેલો જીવ; શ્મશાન, ઝાડ વગેરેમાં વસતો પ્રેત. આ સ્થિતિમાં તે જીવ હમેશા ભટક્યા કરે છે. ભૂતની ઘણી જાત છે: પિશાચ, જીન, શેતાન, પ્રેત, ઝાંપડી, બ્રહ્મરાક્ષસ, ખવીસ. એ મસાણમાં ઝાડમાં રહે છે અને પ્રાણીને પીડા કરે છે એમ કહેવાય છે.
રૂઢિપ્રયોગ
૧. ભૂત આવવું-ચડવું = (૧) અતિ આગ્રહાવેશ આવવો. (૨) અતિ ક્રોધિત થવું. (૩) કોઈના ઉપર વિના કારણે અસત્ય આરોપ મનમાં અને મનમાં ચડાવી શંકાની નજરે જોવું. (૪) ભૂત વળગવું. (૫) ભૂત વળગ્યું હોય તેવી ધૂન કે જકવાળું થવું. (૬) વહેમી બનવું. (૭) શંકાને સ્થાન આપવું.
૨. ભૂત ઉતારવું-કાઢવું-જલાવવું = (૧) ભૂતનો વળગાડ દૂર કરવો. (૨) વળગેલાં જક, ધૂન કે વહેમ દૂર કરવાં.
૩. ભૂત ગયું ને પલીત જાગ્યું-ભૂત મરે ત્યાં પલીત જાગે-ભૂત મૂઉં ને પ્રેત જાગ્યું = એક પીડા જાય ત્યાં બીજી આવે; બકરૂં કાઢતાં ઊંટ પેસે; ખરાબ વસ્તુ કાઢવા જતાં વધારે ખરાબ વસ્તુનું દાખલ થઈ જવું; ઓલામાંથી ચૂલામાં પડવા જેવું થવું; અલા ગઈ ને બલા આવી; ઘરના બળ્યા વનમાં ગયા ત્યાં વનમાં લાય લાગી.
૪. ભૂત થવું = (૧) અવગતિયા થવું. (૨) ગુસ્સાથી ગાંડા જેવું થઈ જવું.
૫. ભૂત પર ચિઠ્ઠો = જૂઠો વાયદો.
૬. ભૂત બનવું = (૧) કોઇ કામમાં તન્મય થવું. (૨) નશામાં ચકચૂર થવું. (૩) પ્રેત આવવું. (૪) બહુ જ ગુસ્સે થવું.
૭. ભૂત ભૂસકા મારે ને હનુમાન હડિયું કાઢે એવું હોવું-ભૂત ભૂસકા મારે એવું હોવું = (૧) ખાલી કે સરસામાન વિનાનું હોવું. (૨) ગરીબી હોવી. (૩) સપાટ મેદાન હોવું.
૮. ભૂત વળગવું. = (૧) ભૂતની ઝપટ લાગવી; ભૂતનું શરીરમાં દાખલ થવું; પ્રેતનો વળગાડ લાગવો. (૨) ભ્રમ થવો; ધૂન ભરાવી.
૯. ભૂતનું ઠેકાણું આમલી-ભૂતનો વાસ પીપળો = (૧) જેનું જ્યાં બેસવાનું વધારે થતું હોય ત્યાં તે મળે. માણસ જ્યાં બેસવાનું વારંવાર જતો કે રહેતો હોય ત્યાંથી જ તે ઘણુંખરૂં મળી આવે છે. (૨) જેવો માણસ તેવો વાસ.
૧૦. ભૂતને પીપળો મળી રહેવો = જેવાને તેવું મળી રહેવું.
૧૧. ભૂતનો ભડકો = મસાણમાં અથવા બીજી ભેજવાળી જગ્યાએ રાતે થતો ભડકો. ભૂતના ભડકા શ્મશાનમાં દેખાય છે, તે વાસ્તવિક રીતે ફોસ્ફરસ છે.-પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા.
|
45 |
|
वि. |
એ નામની અટકનું.
|
46 |
|
वि. |
ગત; ગુજરેલું; ગયેલું; અતીત; થઈ ગયેલું; થયેલું; વીતેલું; પાછલું; ગુદસ્ત.
|
47 |
|
वि. |
ગતાગમ ન હોય એવું; અડબમ; અણથડ; જડસું.
|
48 |
|
वि. |
થાકે નહિ તેવું.
|
49 |
|
वि. |
ન્યાય ભરેલું.
|
50 |
|
वि. |
પ્રાપ્ત થયેલું; મેળવેલું; લબ્ધ.
|
51 |
|
वि. |
બનેલું; થયેલું. આ અર્થમાં સમાસને અંતે વપરાય છે. જેમકે, અંગભૂત પ્રમાણભૂત.
|
52 |
|
वि. |
યુક્ત; વાળું.
|
53 |
|
वि. |
લાયક; યોગ્ય; ઉચિત.
|
54 |
|
वि. |
વાસ્તવિક; યથાર્થ.
|
55 |
|
वि. |
વિદ્યમાન.
|
56 |
|
वि. |
સત્યરૂપ.
|
57 |
|
वि. |
સદશ; સમાન; તદ્રૂપદર્શક; સરખું; જેવું.
|