| 1 |
|
पुं. |
અલંકાર.
|
| 2 |
|
पुं. |
આનંદ; ખુશી; મોદ; ખુશાલી.
રૂઢિપ્રયોગ
૧. રંગ જામવો = (૧) આનંદની છોળ ઊછળવી. (૨) ફાવી જવું. (૩) મજા આવવી. (૪) મજા આવે એવી કક્ષાએ પહોંચવું. (૫) રંગનું એક જથ્થામાં ચોટી જવું. ૨. રંગ મચાવવો = આનંદ જમાવવો કે કરવો. ૩. રંગની રોળ = અતિ આનંદ; ઉત્સાહ. ૪. રંગમાં ભંગ = આનંદમાં ભંગાણ. ૫. રંગમાં હોવું = આનંદી ભાવમાં હોવું.
|
| 3 |
|
पुं. |
આબરૂ; પ્રતિષ્ઠા.
રૂઢિપ્રયોગ
રંગ રાખવો = (૧) આબરૂ શોભા કે ગૌરવ રાખવાં. (૨) કામ ફતેહમંદીથી પાર પાડવું. (૩) ટેક રાખવી; વટ સાચવવો. (૪) પોતાનું માન, હોદ્દો, ચડિયાતાપણું વગેરે જાળવી રાખવું.
|
| 4 |
|
पुं. |
ઉત્સાહ.
|
| 5 |
|
पुं. |
( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તેના પહેલા અને બીજા દલમાં દરેકમાં ૨૮ માત્રા હોય છે. તે ઉલ્લાલની એક જાત છે. તેના વિષમ પદમાં ૩, ૭, ૧૧ અને સમમાં ૧, ૫, ૯ માત્રાએ તાલ આવે છે. તેમાં લઘુ નથી. એકેક ગુરુ ઘટાડી બે લઘુ કરતાં તેના ૨૫ ભેદ થાય છે.
|
| 6 |
|
पुं. |
કસૂંબો.
ઉપયોગ
આજે આ દાસી પોતાને હાથે આપને રંગ આપવા ઇચ્છે છે. – ઇ. સૂ. દેસાઈ
|
| 7 |
|
पुं. |
કસૂંબો લેવા માટે શાબાશી આપવી તે. હજી પણ રજપૂતોમાં કસૂંબો લેતી વેળા એક બીજાને રંગ આપે છે.
ઉપયોગ
દોઢા રંગ તને દઉં, સોઢા બુદ્ધિસાર, મોઢે ઊજળે દે મને, પાર કરાં પરમાર. – સૌરાષ્ટ્રની રસધાર
|
| 8 |
|
पुं. |
ક્રીડા; વિલાસ.
ઉપયોગ
રંગ અભંગ જ જોગ કુસુમ શર શયન સજે સુકુમારી. – કેશવ હર્ષદ
|
| 9 |
|
पुं. |
ખેરસાર.
|
| 10 |
|
पुं. |
ગંજીફાના પાનામાં ચાર માંહેની કોઇ એક જાત; ગંજીફાની રમતમાં લાલ, કાળી, ચોકડી અને ક્લિવર માંહેની કોઇ એક જાત.
|
| 11 |
|
पुं. |
જાહોજલાલી; આબાદી; દબદબો.
ઉપયોગ
તે રંગ વકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત. – નર્મદાશંકર
|
| 12 |
|
पुं. |
ટંકણખાર.
|
| 13 |
|
पुं. |
ટૌકો; ટહુકો.
|
| 14 |
|
पुं. |
ડોળ; બહારનો દેખાવ.
|
| 15 |
[ હિં. ] |
पुं. |
ઢંગ; ઢબ; ચાલ.
|
| 16 |
|
पुं. |
તબિયત; મનની સ્થિતિ.
|
| 17 |
|
पुं. |
તરંગ; કલ્પના; બુટ્ટો.
|
| 18 |
|
पुं. |
દેખાવ; દૃશ્ય.
|
| 19 |
|
पुं. |
દોર; દમામ.
|
| 20 |
|
पुं. |
નશો; કેફ; અમલ.
|
| 21 |
|
पुं. |
નાટ્ય સ્થાન; નાટ્યભૂમિ; રંગભૂમિ; નાટકશાળા.
|
| 22 |
|
पुं. |
નૃત્ય; નાચ; નાચગાન.
|
| 23 |
|
पुं. |
પટ; અસર; પાસ.
|
| 24 |
|
पुं. |
પ્રભાવ.
|
| 25 |
|
पुं. |
પ્રેમ; પ્રીતિ; અનુરાગ; સ્નેહ.
રૂઢિપ્રયોગ
રંગ લાગવો = (૧) અનુરાગ થવો. (૨) રંગ અડી જવો; રંગનો ડાઘ પડવો. (૩) રંગની અસર થવી.
|
| 26 |
[ સં. ] |
पुं. |
ભાગ; વિભાગ.
|
| 27 |
|
पुं. |
ભાવ.
ઉપયોગ
પેરે પેરે પીઉજીને, વશ કરી રાખવા, નવી નવી ભાતનો રંગ સાધ્યો. – નરસિંહ
|
| 28 |
|
पुं. |
મઝા; રમૂજ.
રૂઢિપ્રયોગ
રંગમાં રહેવું-હોવું = તાનમાં કે મોજમાં રહેવું.
|
| 29 |
|
पुं. |
મસ્તી; તાન.
રૂઢિપ્રયોગ
રંગમાં આવવું = (૧) ઘોડીનું ગરમીમાં આવવું. (૨) તાનમાં ચડવું; ઉત્કટ આનંદની સ્થિતિમાં આવવું.
|
| 30 |
|
पुं. |
મિષ; નિમિત્ત.
|
| 31 |
|
पुं. |
યુદ્ધ; લડાઈ.
|
| 32 |
|
पुं. |
રસ.
|
| 33 |
|
पुं. |
રાગ.
|
| 34 |
|
पुं. |
રાહ; રીત.
|
| 35 |
|
पुं. |
લડાઈનું સ્થાન; રણભૂમિ; રણાંગણ.
|
| 36 |
|
पुं. |
લાલ, પીળો વગેરે વર્ણ કે તેની ભૂકી કે પ્રવાહી; પ્રકાશનો એક ગુણ ધર્મ; વસ્તુને શોભા આપવાને તૈયાર કરેલો પદાર્થ; વનસ્પતિ અને પાર્થિવ પદાર્થોમાંથી નીકળતા જુદી જુદી છાયાના વર્ણ માંહેનો પ્રત્યેક; કાળું, ધોળું, લાલ એવો વર્ણાંતર ભેદ; આંખથી પરખાતો પ્રકાશની છાયાનો વર્ણધર્મ; પ્રકાશના કિરણની ભિન્ન ભિન્ન છાયાનો દેખાવ. લાલ પીળો અને વાદળી એ ત્રણ મૂળ રંગો છે. બાકીના બીજા બધા એકબીજાની મેળવણીથી થાય છે. જેમકે, ગળીમાંથી નીલ રંગ નીકળે છે, કસૂંબીમાંથી લાલ રંગ નીકળે છે અને માટીમાંથી ગેરૂ જેવો ભગવો રંગ નીકળે છે. જ્યારે કોઇ પદાર્થ ઉપર પહેલવહેલાં આપણી નજર પડે છે ત્યારે બહુધા આપણને બે બાબતોનું જ્ઞાન થાય છે. એક તો એના આકારનું અને બીજા એના રંગનું. વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યુ છે કે, રંગ વાસ્તવમાં પ્રકાશના કિરણોમાં જ હોય છે અને વસ્તુઓના ભિન્ન ભિન્ન રાસાયણિક ગુણોને લીધે જ આપણી આંખોને તેનો અનુભવ વસ્તુઓમાં થાય છે. જ્યારે તે કોઇ વસ્તુ ઉપર પડે છે ત્યારે તે પ્રકાશના ત્રણ ભાગ હોય છે: પહેલો ભાગ તો પરાવર્તન પામે છે, બીજો ભાગ વસ્તુની આરપાસ નીકળી જાય છે અને ત્રીજો ભાગ તે વસ્તુમાં શોષાઇ જાય છે. પરંતુ બધી વસ્તુઓમાં આ ગુણ સમાનરૂપે નથી હોતો. કોઇમાં ઓછો તો કોઇમાં વધારે હોય છે. કેટલાક પદાર્થ એવા હોય છે જેમાંથી પ્રકાશનું પરાવર્તન થતું નથી યાતો આરપાર નીકળી જાય છે અથવા શોષાઇ જાય છે. જેમકે, શુદ્ધ જલ જેવા પદાર્થ ખાસ કરીને રંગ વગરના દેખાય છે. જે પદાર્થો ઉપર પડનાર બધો પ્રકાશ પરાવર્તન પામે છે તે સફેદ દેખાય છે અને જે પદાર્થ ઉપર પડનારો બધો પ્રકાશ શોષાઇ જાય છે તે કાળા હોય છે અથવા કાળા દેખાય છે. પ્રકાશનું પૃથ્થકરણ કરવાથી તેમાં અનેક રંગોનાં કિરણો મળે છે. જેમાં સાત મુખ્ય રંગ છે: જાંબલી, નીલ, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. જ્યારે આ સાતે રંગ મળીને એક થઇ જાય છે ત્યારે આપણે તેને સફેદ કહીએ છીએ અને જ્યારે આ સાતેમાંથી એક પણ રંગ નથી રહેતો ત્યારે આપણે તેને કાળો કહીએ છીએ. હવે જ્યારે કોઇ એવાં પદાર્થ ઉપર સફેદ પ્રકાશ પડે, જેમાં લાલ કિરણો સિવાય બાકીના બધા રંગોનાં કિરણો શોષી લેવાની શક્તિ હોય તો સ્વાભાવિક રીતે પ્રકાશનો ફક્ત લાલ જ અંશ તેના ઉપર બાકી રહેશે અને એ વખતે આપણે તે પદાર્થને લાલ રંગનો કહીશું. અર્થાત્ દરેક વસ્તુ આપણને એવા રંગની દેખાય છે કે જે રંગને તે શોષી શક્તી નથી કે આરપાર કાઢી શકતી નથી પરંતુ, જેનું તે પરાવર્તન કરી શકે છે. કેટલાક રંગ એવા પણ હોય છે કે જેના મળવાથી સફેદ રંગ બને છે. એવા રંગ એકબીજાના પરિપૂરક કહેવાય છે. જેમકે, લીલાપીળા રંગના પ્રકાશની સાથે લાલ રંગનો પ્રકાશ પડે તો તે વખતે આપણને સફેદ રંગ દેખાશે. એટલા માટે લાલ અને લીલો પીળો બંને એક બીજાના પરિપૂરક રંગ છે. સામાન્ય રીતે બે રંગોના મળવાથી એક ત્રીજો રંગ ઉત્પન્ન થાય છે. જેમકે, લાલ અને પીળાના મળવાથી નારંગી રંગ બને છે. પરંતુ આ બધી બાબતો ફક્ત પ્રકાશના કિરણોના સંબંધમાં છે. બજારમાં વેચાતા મળતા રંગના ભૂકાના સંબંધમાં નથી. બે પ્રકારના રંગના ભૂકાને એક સાથે ભેળવવાથી જે પરિણામ આવશે તે તે બે રંગોના પ્રકાશનાં કિરણોને ભેળવવાના પરિણામથી કોઇકોઇવાર તદ્દન ભિન્ન હશે. તેનું કારણ એ છે કે, જ્યારે આપણે બે પ્રકારના રંગનું મિશ્રણ કરીએ છીએ ત્યારે આપણે વાસ્તવમાં એક રંગ બીજા રંગ સાથે જોડતા નથી પરંતુ એક રંગમાંથી બીજો ઘટાડીએ છીએ. જે રંગના કિરણનું એક રંગ પરાવર્તન કરે છે તેને બીજો રંગ શોષી લે છે. એટલા માટે રંગના સંબંધમાં જે નિયમો છે તે પ્રકાશના કિરણોના સંબંધના નિયમોથી ભિન્ન છે. કપડાં ઉપર કોઇ પણ જાતના રંગના ડાઘા પડ્યા હોય અને તે કપડું ઊનનું અથવા રેશમનું હોય તો એ ડાઘો ઠંડા પાણીથી ધોવો. કપડું સુતરાઉ અથવા શણનું હોય તો પછી નિખારની દવાથી તે ધોવાને હરકત નથી. પરંતુ રંગ નીકળી જાય નહિ એવો પાકો બેઠેલો હોય તો પછી ભસ્મીય અંગારિત અને ચૂક્રામ્લ વાપરવામાં આવે છે. ધાતુને ખૂબ તપાવતાં એ લાલચોળ બને છે, એથી પણ વધુને વધુ તપાવતાં સફેદ અને છેવટે નીલા રંગની બની જાય છે. આ રીતે રંગો ઉષ્ણતામાનના દ્યોતક છે. આકાશમાં જે લાલ તારાઓ છે તેમનું ઉષ્ણતામાન ઊંચું છે. જુદા જુદા રંગના પ્રકાશને લગતી એક સેકંડમાં થતી. આંદોલનત્વરા નીચે દર્શાવી છે
. 
રૂઢિપ્રયોગ
૧. રંગ ઉડાવવો-ખેલવો-છાંટવો-ફેંકવો = હોળીના દિવસોમાં એક બીજા ઉપર રંગ ઉડાડવો. ૨. રંગ ઊખડવો = (૧) પ્રતિકૂલ સ્થિતિ થવી. (૨) પ્રભાવ ન રહેવો. ૩. રંગ ઊઘડવો = બરોબર રંગ લાગેલો દેખાવો. ૪. રંગ ઊડી જવો = રંગ જતો રહેવો; ઝાંખું પડી જવું. ૫. રંગ ઊતરવો = (૧) અફસોસમાં પડવું. (૨) ધોતા રંગ નીકળવાથી તેના સ્પર્શથી બીજા કપડાંને રંગ ચોટવો. (૩) ભય કે શરમથી ભોંઠા પડવું. (૪) રંગ ઝાંખો પડી જવો; રંગ ધોવાઇ જવો. ૬. રંગ કરવો = (૧) જશ કે ખ્યાતિ મેળવવા. (૨) રંગ લગાડવો; રંગવું. (૩) વિજયી થવું. ૭. રંગ ચડવો = (૧) કોઇ પણ પદાર્થને અમુક રંગ લગાડવાથી તેની અસર થવી. (૨) જોરમાં આવવું કે આવી જવું. (૩) દારૂના નશાથી ઉત્તેજિત થવું. ૮. રંગ ચડાવવો-દેવો = (૧) ઉત્તજન આપવું; શાબાથી આપવી. (૨) ઉશ્કેરવું. (૩) કોઇપણ પદાર્થને રંગ લગાડવો કે ચોપડવો; લાકડું કે પતરાં ઉપર રંગ દેવો; રંગવું; રોગાન કરવો. ૯. રંગ ચૂવો = યુવાવસ્થાનો પૂર્ણ વિકાસ થવો; યૌવન ખીલી નીકળવું. ૧૦. રંગ જમાવવો = (૧) પૂર્ણ આનંદમાં આવી જવું. (૨) રંગ જામે એમ કરવું. (૩) વિજયવંત બનાવવું; સફળ કરવું. ૧૧. રંગ જોવો-દેખવો = (૧) તટસ્થ રહેવું. (૨) પરિણામ વિચારવું; કોઇ વસ્તુનાં સ્થિતિ અને પરિણામ જોવાં. ૧૨. રંગ ટપકવો = (૧) ચકચકિત રંગ થવો. (૨) રંગ ટીપે ટીપે કરીને નીચે પડવો. ૧૩. રંગ દેખાડવો = અદ્ભુત કામ કરી બતાવવું. ૧૪. રંગ નાખવો = (૧) કોઇ પદાર્થને રંગવા માટે તેને પટ દેવો અને રંગવો. (૨) હોળીમાં કોઇ ઉપર રંગ ફેંકવો. ૧૫. રંગ નીકળવો = (૧) ચહેરા ઉપર રોનક આવવી; ચહેરો ચમકવા લાગવો. (૨) સારી રીતે દેખાડી આપવું. ૧૬. રંગ પૂરવો-ભરવો = (૧) આનંદ કે રસનો ઉમેરો કરવો. (૨) ખાલી ચિત્રામણની અંદર રંગ લગાડવો; ચિત્રમાં રંગ કરવો. (૩) વધારવું; મીઠું મરચું નાખીને વાત કરવી; બહલાવવું. ૧૭. રંગ ફક થઈ જવો = બીક કે અચંબાથી ઝાંખું થવું. ૧૮. રંગ ફરવો-બદલાવો = (૧) ભય કે સંકડામણને લઇને ચહેરાનો રંગ ફીકો પડી જવો. (૨) મૂળ રંગ ન રહેવો. ૧૯. રંગ ફીકો પડવો = શોભા ઘટી જવી; ઝાંખું પડવું. ૨૦. રંગ બગડવો = (૧) કોઇ વસ્તુની સ્થિતિ બદલાઈ જવી. (૨) પ્રભાવ નષ્ટ થવો. ૨૧. રંગ બદલવો = (૧) ગુસ્સે થવું; રાતાપીળા થવું. (૨) ભય કે સંકડામણમાં આવી પડવાથી માણસનો ચહેરો ફિક્કો થઇ જવો. ૨૨. રંગ મારવો-લગાડવો-લગાવવો = (૧) કજિયો કરાવવો. (૨) જીતવું; વિજય મેળવવો. (૩) રંગ દેવો; રંગવું. ૨૩. રંગ લાગવો-બેસવો = (૧) અદ્ભુત કામ કરવું. (૨) અસર થવી. (૩) આનંદ થવો કે પડવા. (૪) કોઇ પણ પદાર્થ સાથે રંગીન વસ્તુ રાખવાથી તેની અસર થવી. (૫) કોઇની સ્થિતિમાં બદલો લાવવો. (૬) પોતાનો પ્રભાવ કે ગુણ દેખાડવો. (૭) રંગ અડી જવો. (૮) લત લાગવી. ૨૪. રંગ લેવો = (૧) પોતાને બીજાના જેવો બનાવવો. (૨) રંગવું. ૨૫. રંગ સફેદ હોવો = (૧) ઝાંખું થવું. (૨) બીવું. ૨૬. રંગનાં ચટકાં = મોજમજાનું મિતપ્રમાણ. ૨૭. રંગનાં તો ચટકાં, કાંઇ કૂંડાં હોય ?-રંગનાં કૂંડાં ન હોય, ચટકાં હોય = અતિશયમાં સાર નહિ; અતિ સર્વત્ર વર્જયેત્; અતિ તાણ્યે તૂટી જાય. ૨૮. રંગી નાખવું = લોહીલોહાણ થાય ત્યાં સુધી મારવું. ૨૯. રંગે રમવું = (૧) આનંદભેર ભોગ કરવો; આનંદમાં રમવું; આનંદક્રીડા કરવી. (૨) રંગ છાંટવો.
|
| 37 |
|
पुं. |
વખાણ; પ્રશંસા.
|
| 38 |
|
पुं. |
વાન; વર્ણ.
|
| 39 |
|
पुं. |
શાળા; તાલીમખાનું.
|
| 40 |
|
पुं. |
શોભા; સૌંદર્ય.
ઉપયોગ
દેઉલતણું ન ભાજાઈ રંગ, દેસિ અભારાઈ ન કરી ભંગ. – કાન્હડદે પ્રબંધ
|
| 41 |
|
पुं. |
સભાજન; સભામાં એકત્ર થયેલ માનવસમુદાય.
|
| 42 |
|
पुं. |
સ્થિતિ.
|
| 43 |
|
पुं. |
સભામંડપ; સભાસ્થાન.
|
| 44 |
|
पुं. |
સંજ્ઞા; ચિહ્ન; નિશાની.
|
| 45 |
|
पुं. |
સોગઠાંનો વર્ણ; ચોપાટના સોગઠાંના રમવાને માટે કરેલ બે કૃત્રિમ વિભાગો માંહેનો એક. ચોપાટના કુલ સોગઠાં ૧૬ હોય છે. તે બધાં ચાર પ્રકારના રંગના હોય છે. તેમાંથી ખાસ બે રંગના આઠ સોગઠાં `રંગ` અને બાકીના આઠ સોગઠાં `બદરંગ` કહેવાય છે.
રૂઢિપ્રયોગ
રંગ જામવો = (૧) અનુકૂળ સ્થિતિ ઉત્પન્ન થવી. (૨) ચોપાટમાં રંગની સોગઠીને કોઇ એવા યોગ્ય ઘરમાં જઈ બેસવું. તેથી રમતિયાળની જીત વધારે નિશ્વિત થઈ જાય છે. (૩) પ્રતિષ્ઠા જામવી. (૪) મજા પડવી. (૫) રંગનું એક જથ્થામાં ચોંટી જવું.
|
| 46 |
|
स्त्री. |
આશા; ઉમેદ.
|
| 47 |
|
स्त्री. |
કલાઈ.
|
| 48 |
|
स्त्री. |
કૃપા; દયા; મહેરબાની.
|
| 49 |
|
स्त्री. |
જુવાની; યુવાવસ્થા; યૌવન.
|
| 50 |
|
स्त्री. |
દશા; સ્થિતિ; હાલત.
|
| 51 |
|
स्त्री. |
બાજી.
|
| 52 |
|
अ. |
જેમ.
|
| 53 |
|
अ. |
ધન્ય; શાબાશ.
ઉપયોગ
રંગ રંગવાનો અને રંગ શાબાશીનો એહ, રંગ કહી ઠબકો દીયે, રંગ જામ્યો કહે તહ; રંગ આનંદ કહેવાય છે, રંગ રાખ્યો કહે એહ, રંગ જામવો કહેવાય છે, રંગ રાગ કહે તેહ.- જાદવજી મોદી
|