1 |
|
पुं. |
અન્ન.
|
2 |
[ સં. ] |
पुं. |
અમૃત.
|
3 |
|
पुं. |
અર્ક; સત્ત્વ; તત્ત્વ; દમ.
|
4 |
|
पुं. |
અર્થ; લાભ; ઊપજ; નફો; આયપત; કમાઈ.
|
5 |
|
पुं. |
આનંદસ્વરૂપ બ્રહ્મ.
ઉપયોગ
આ આનંદમયના આનંદની ગણના જ થઈ શકે તેમ નથી તેને રસ તરીકે જ ઓળખાવે છે. – જેઠાલાલ શાહ
|
6 |
|
पुं. |
( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે મોહનવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં સાત ગુરુ અને પચાસ લઘુ મળી સત્તાવન વર્ણ અને ચોસઠ માત્રા હોય છે.
|
7 |
|
पुं. |
કવિતામાં થતી જુદી જુદી જાતની આનંદી સ્થિતિ; મનોવૃત્તિ ઉપર જુદી જુદી જાતની અસરો ઉત્પન્ન કરે એવા ભાવ; કાવ્ય વાંચવા સાંભળવાથી સ્થાયી ભાવોનો ઉદ્રેક થતાં થતો અલૌકિક આનંદ. તેમાં શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, બીભત્સ, અદ્ભુત, અને શાંત એ નવ રસનો સમાવેશ થાય છે. મનુષ્ય પ્રાણીની મનોવૃત્તિ ઉપર વિવિધ પ્રસંગોની અસર થવાથી જે વિવિધ મનોભાવનું નિસ્સારણ થાય તે રસ માનવ પ્રકૃતિમાં રસ તે એક સ્વભાવિક તત્ત્વ છે, કારણ કે સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણનું તે બંધારણ છે. એ ત્રણ ગુણના પ્રાધાન્ય ગૌણત્વ પરત્વે અમુક અમુક રસ ઉત્પન્ન થાય છે. સત્ત્વગુણનું વિશેષે ગૌણત્વ અને રજ, તમનું વિશેષે પ્રાધાન્ય હોય તેમાં શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત, બીભત્સ એવા આઠ રસ છે અને સત્ત્વગુણનું વિશેષે પ્રાધાન્ય હોય તેમાં શાંત રસ એમ નવ રસ ગણાય છે. કેટલાક વત્સ રસ ઉમેરી દશ રસ પણ ગણે છે. શૃંગારરસ; સ્ત્રીપુરુષની પરસ્પર પ્રીતિના આનંદનું સાનુભાવથી થતું પ્રદર્શન. હાસ્યરસ; કથન કે ચેષ્ટાથી થતું હાસ્ય. કરુણરસ કોઈ આપત્તિથી કે ઇષ્ટ વસ્તુના વિયોગ કે નાશથી ઉત્પન્ન થતો શોક ભાવ. વીરરસ; યુદ્ધ પ્રસંગમાં કે કોઇ પીડિત પ્રાણી જોઇ ઉત્પન્ન થતો ઔદર્યશૂર. રૌદ્રરસ; ક્રોધથી વ્યાપતું ઝેર. ભયાનક રસ; ઈશ્વરી કોપ ઇત્યાદિથી ઉત્પન્ન થતો ભય. અદ્ભુતરસ; અલૌકિક કે અસામાન્ય વસ્તુ કે આકૃતિ જોઇ સાંભળી પમાતો વિસ્મય. બીભત્સરસ; અરુચિકર વસ્તુ જોઇને કે બોલવું સાંભળીને ઉત્પન્ન થતો કંટાળો. શાંતરસ; સંસારના વિષય ભોગ ઉપર થતો અભાવ અને આત્મસ્વરૂપના આનંદમાં થતી લીનતા. વત્સરસઃ માબાપ અને છોકરાંઓની વચ્ચેના પ્રીતિ ભાવનું પ્રદર્શન. વામકેશ્વર તંત્રમાં કહ્યું છે કે, પૂર્ણાભિષેકવાળા શાક્તસિદ્ધ નીચેના પંચાવન રસના ભોક્તા હોય છે: કાવ્યશાસ્ત્રના શૃંગાર, વીર, કરુણ, રૌદ્ર, હાસ્ય, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત એ નવ રસ; યોગશાસ્ત્રના યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એટલા આઠ રસ; ભક્તિશાસ્ત્રના મનન, કીર્તન, ધ્યાન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય અને આત્મનિવેદન એ નવ રસ; વિષયીજનોના પુષ્પ, ગંધ, સ્ત્રી, શય્યા, વસ્ત્ર અને અલંકાર એ છ રસ; વિદ્યાપ્રસ્થાનના ચાર વેદ, ચાર ઉપવેદ, છ અંગો, મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર અને પુરાણો મળી અઢાર વિદ્યાના રસ; પેય વસ્તુના ગૌડી, માધવી, ઇક્ષુની, ફલની અને ધાન્યની મદિરા મળી પાંચ રસ એ પ્રમાણે બધા મળી એકંદર પંચાવન પ્રકારના રસ મનાયા છે. આપણે ત્યાં આચાર્યોમાં આ વિષયમાં ઘણો મતભેદ છે કે રસ કેમાં અને કેવી રીતે અભિવ્યક્ત થાય છે. કેટલાક લોકોનો મત છે કે સ્થાયી ભાવોની વાસ્તવિક અભિવ્યક્તિ મુખ્યત્વે કરીને એ લોકોમાં હોય છે કે જેના કાર્યોનો અભિનય કરવામાં આવે છે. જેમકે, રામ, કૃષ્ણ, હરિચંદ્ર વગેરે અને ગૌણરૂપે અભિનય કરનાર નટોમાં હોય છે. તેથી તેઓમાં જ આ લોકો રસની સ્થિતિ માને છે. આચાર્યોનો એવો પણ મત છે કે અભિનય જોનાર અને કાવ્ય વાચનારની સાથે રસનો કોઈ સંબંધ નથી. તેનાથી ઊલટું ઘણા લોકોનો એવો મત છે કે અભિનય જોનાર તથા કાવ્ય વાચનારમાં જ રસની અભિવ્યક્તિ થાય છે. કેટલાક લોકોનું કથન છે કે મનુષ્યના અંત:કરણમાં ભાવ પહેલેથી જ વિદ્યામાન હોય છે અને કાવ્ય વાંચવા અથવા નાટક જોવાના સમયે તે ભાવ ઉદ્દીપ્ત થઇને રસનું રૂપ ધારણ કરે છે. આ મત ઠીક મનાય છે. તાત્પર્ય એ છે કે પાઠકો અને દર્શકોને કાવ્યો અને અભિનયોથી જે અનિર્વચનીય અને લોકોત્તર આનંદ પ્રાપ્ત થાય છે તે સાહિત્યશાસ્ત્રની અનુસાર રસ કહેવાય છે. રતિ, હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, આશ્ચર્ય અને નિર્વેદ એ નવ સ્થાયી ભાવો મુજબ પણ નવ રસ મનાય છે. તેનાં નામ આ પ્રકારે છે: શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત. દ્દશ્યકાવ્યના આચાર્યો શાંતને રસ નથી માનતા. તેઓ કહે છે કે એ તો મનની સ્વાભાવિક ભાવશૂન્ય અવસ્થા છે. નિર્વેદ મનનો કોઇ સ્વતંત્ર વિકાર નથી. તેથી તે રસોની સંખ્યા આઠ માને છે.
રૂઢિપ્રયોગ
૧. રસ આવવો-પડવો = (૧) પ્રવાહીનું પડવું. (૨) મજા પડવી. (૩) સ્વાદ લાગવો.
૨. રસ ઉતારવો = (૧) ઘણા વખત સુધી ઊભા રહેવું. (૨) જેમ આવે તેમ બકયા કરવું; હદથી વધારે બોલવું. (૩) ફોગટ ધક્કો ખાઈ પાછા આવવું. (૪) બદદુવા દેવી. (૫) હાથથી ખૂબ હાથ ઠંડો પાડવો; મારની ચળ ભાગવી; હાથનો માર મારી ઠંડા પડવું.
૩. રસ ઊતરવો = (૧) બહુ ચાલવાથી કે ઊભા રહેવાથી થાકી જવું. (૨) રજનું ગજ કરવું; અતિશયોક્તિ કરવી. (૩) વૃષણમાં પાણી ભરાવું કે તેનો સોજો આવવો. (૪) સોજો ચડવો.
૪. રસ કાઢવો-કાઢી લેવો = (૧) અર્ક ખેંચવો; વનસ્પતિ કે ફળનું પ્રવાહી નિચોવી લેવું. (૨) તત્ત્વ જાણી લેવું.
૫. રસ ચડવો = મમતે ચડવું; તંતે ચડવું.
૬. રસ ચાખવો = સ્વાદ જાણવો.
૭. રસ જામવો = (૧) આનંદ કે ઊર્મિના આવેશમાં અમુક હદે પહોંચી ત્યાં સ્થિર થઈ રહેવું. (૨) કાવ્યરસની જમાવટ થવી. (૩) પ્રવાહીનું ચીકણું બનવું. (૪) પ્રવાહીનું ઠરવું; રસ ઠરી જવો; ગુંદેર થવો. (૫) મજા પડવી.
૮. રસ પીવો = જૈનોમાં વર્ષાતપનું પારણું કરવું. વર્ષીતપનું પારણું કરતી વખતે પ્રથમ શેરડીનો રસ પીવામાં આવે છે.
૯. રસ માણવો = ભાવથી સમજીને ઉમળકાથી અનુભવવું-ભોગવવું.
૧૦. રસ મૂકવો = (૧) અતિશયોક્તિભર્યું વર્ણન કરવું. (૨) રસિક બનાવવું.
૧૧. રસ લેવો = (૧) આનંદ લેવો. (૨) ઉપભોગ કરવો.
૧૨. રસના ઘૂંટડા પીવા = બહુ આનંદ લેવો.
૧૩. રસે ચડવું-ભરાવું = (૧) ઉશ્કેરાવું; ઉત્તેજન મળવું; જોશ ચઢવો. (૨) ચડસે ભરાવું; મમતે ચઢવું; કસે ભરાવું.
૧૪. રસે ભરાવું = જોશ વધવો; ઉશ્કેરાવું.
|
8 |
|
पुं. |
ખાધેલા અન્ન વગેરેનું શરીરમાં થતું એક પરિણામ; શરીરના બંધારણમાં રહેલો ઢીલો અને પાણી જેવો પદાર્થ; શરીરની સાત માંહેની પ્રથમ ધાતુ; શરીરના બંધારણમાંનો મૂળ પ્રવાહી. તેથી લોહી, પરસેવો, લીંટ, આંસુ વગેરે થાય છે.
|
9 |
|
पुं. |
ખાર વગેરે કેટલીક ચીજો મેળવતાં થતું પાણી; જલ; વારિ; નીર.
|
10 |
|
पुं. |
ખારું, ખાટું, મીઠું, કડવું, મોળું અને તીખું એમ જીભથી પરખાતા સ્વાદ માંહેનો પ્રત્યેક. તે ખટરસ કહેવાય છે ને તેમાં ગળ્યું ખારું, ખાટું, કડવું, કષાણું અને તીખું એ છ રસનો સમાવેશ થાય છે. વૈદ્યકમાં મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય એ છ રસ માન્યા છે અને તેની ઉત્પતિ પૃથ્વી, આકાશ, વાયુ અને અગ્નિ વગેરેના સંયોગથી પાણીમાં મનાય છે. જેમકે, પૃથ્વી અને જલના ગુણની અધિકતાથી તિક્તરસ અને પૃથ્વી તથા વાયુની અધિક્તાથી મધુરરસ, પૃથ્વી અને અગ્નિના ગુણની અધિક્તાથી અમ્લ રસ, જલ અને અગ્નિના ગુણની અધિક્તાથી કટુ રસ, વાયુ અને આકાશના ગુણની અધિક્તાથી તિકતરસ અને પૃથ્વી તથા વાયુની અધિક્તાથી કષાય રસ ઉત્પન્ન થાય છે. આ છ રસોનાં મિશ્રણથી બીજા છત્રીશ પ્રકારના રસ ઉત્પન્ન થાય છે. જેમકે, મધુરામ્લ, મધુરતિક્ત, મધુરલવણ, અમ્લકટુ, લવણકટુ, લવણતિક્ત, કટુતિક્ત, તિક્તકષાય વગેરે. જુદા જુદા રસોના જુદા જુદા ગુણ કહેલા છે. જેમકે, મધુરરસના સેવનથી રક્ત,માંસ, મેદ, અસ્થિ અને વીર્ય વગેરેની વૃદ્ધિ થાય છે. અમ્લરસ જારક અને પાચક કહેવાય છે. લવણરસ પાચક અને સંશોધક મનાય છે. કટુરસ પાચક, રેચક, અગ્નિદીપક અને સંશોધક મનાય છે. તિક્તરસ રુચિકર અને દીપ્તિવર્ધક મનાય છે અને કષાયરસ સંગ્રાહક અને મળ, મૂત્ર તથા શ્લેષ્મ વગેરેને રોકનાર મનાય છે. ન્યાયદર્શન અનુસાર રસ નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારના હોય છે. પરમાણરૂપ રસ નિત્ય અને જીભ વડે ગ્રહણ કરનારા રસ અનિત્ય કહેલા છે.
|
11 |
|
पुं. |
ખૂબી; ગુણ; ઠાઠ.
|
12 |
|
पुं. |
ગમ્મત; મજા; આનંદ.
|
13 |
|
पुं. |
ગોળ.
|
14 |
|
पुं. |
ઘોડા અને હાથીનો એક રોગ. તેમાં તેમના પગમાંથી ઝેરી પાણી વહે છે.
|
15 |
|
पुं. |
ચડસ; મમત; હઠ; સરસાઇ.
|
16 |
|
पुं. |
ચણતરમાં ઉપર ચૂનો ચડી આવે છે તે.
|
17 |
|
पुं. |
છ અને નવમી સંખ્યા બતાવનાર શબ્દ.
|
18 |
|
पुं. |
જીભ.
|
19 |
|
पुं. |
દૂધ.
|
20 |
|
पुं. |
ધાતુ, માટી વગેરે કઠણ પદાર્થોને પુષ્કળ ગરમી લાગતાં થતો પ્રવાહી દ્રવ્ય.
|
21 |
|
पुं. |
નાટકનો એક ભાગ; વસ્તુ. રસ એક સ્થાયીભાવ અર્થાત્ આખા નાટકમાં સ્થિરતાવાળો ભાવ છે અને ઉત્કટ રીતે સર્વત્ર પ્રસરે છે. એમનો ભાવ ઉગ્ર લાગણીઓના ઊભરાથી ઉત્પન્ન થાય છે. વિભાવ, અનુભાવ, સાત્ત્વિકભાવ અને વ્યભિચારી ભાવથી પુષ્ટ બને છે અને સ્વાદ આવે છે. તે સિવાય રસ મુખ્ય અને ગૌણ એમ બે પ્રકારના કહેવાય છે સ્થાયીભાવ નાટકમાં જે હોય તે પણ નવ પ્રકારનો ગણેલ છે: રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય અને નિર્વેદ. નવ સ્થાયીભાવ ઉપર નવ રસનો આધાર છે.
|
22 |
|
पुं. |
ન્યાયમત પ્રમાણે ચોવીશ માંહેનો એક ગુણ. ગુણ ચોવીશ છે: રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ, શબ્દ.
|
23 |
|
पुं. |
પાણી જેવો પાતળો અને રેલે એવો પદાર્થ; દ્રવ; પ્રવાહી.
|
24 |
|
पुं. |
પારો, ગંધક વગેરે ખનિજ દ્રવ્ય.
|
25 |
|
पुं. |
પારો ગંધક વગેરે ખનિજ દ્રવ્યોની સાથે પારાની મેળવણીથી દવા તરીકે બનતી બનાવટ; પારો, ધાતુ વગેરેની ભસ્મ; જે ઔષધમાં પારો અથવા હિંગળો આવે તે ઔષધ.
|
26 |
|
पुं. |
પીગળેલી ધાતુ.
|
27 |
|
पुं. |
પીગાળેલું માખણ.
|
28 |
|
पुं. |
પુષ્પનું મધ; પુષ્પનો રસ; મકરંદ.
|
29 |
|
पुं. |
પ્રીતિ; અનુરાગ; પ્રેમ; સ્નેહ; હેત.
ઉપયોગ
પ્રીત નેહ રસ ભાવ હિત શીશ ધર્યાં બે પાન, તવ દર્શનથી હે સખી થયું મારૂં કલ્યાણ. – પિંગળલઘુકોષ
|
30 |
|
पुं. |
બળદ.
|
31 |
|
पुं. |
બોલ નામનું ગંધ દ્રવ્ય.
|
32 |
|
पुं. |
રગણ અને સગણ.
|
33 |
|
पुं. |
રાગ.
|
34 |
|
पुं. |
લાગણીનો અનુભવ. રસ હમેશા આહ્લાદમય આનંદરૂપ છે. તેથી તેને ચર્વણા કે આસ્વાદન પણ કહે છે.
|
35 |
|
पुं. |
વનસ્પતિમાંથી નીકળતું પ્રવાહી; વનસ્પતિ કે ફળનું પ્રવાહી.
|
36 |
|
पुं. |
વિષ; ઝેર.
|
37 |
|
पुं. |
વિષયવાસના.
ઉપયોગ
નિરાહારીનો વિષય શાંત થાય છે પણ રસ જતો નથી; રસ તો આત્મદર્શન થયા પછી જાય છે. – નવજીવન
|
38 |
|
पुं. |
વીર્ય.
|
39 |
|
पुं. |
વેવાઇ તરફથી આવતી ખાવાની વસ્તુ.
|
40 |
|
पुं. |
શરીરમાંના પ્રવાહીઓનો વિકાર; શરીરના કોઇપણ ભાગમાં સોજો થઇ આવવો તે. રતવા, ચકામાં, માંસના ગડગૂમડ, ફોલ્લા, ગોળીનો ભરાવો, સોજા અને શરદીને લીધે નાક કે આંખમાંથી પડતું પાણી, સળેખમ વગેરે રસના રોગો કહેવાય છે.
|
41 |
|
पुं. |
શિલારસ.
|
42 |
|
पुं. |
શેલડીનું પ્રવાહી.
|
43 |
|
पुं. |
સળેખમ; એક જાતનો રોગ. તેથી સાદ જાડો થાય, આંખમાં પાણી ભરાઈ આવે ને નાક ઘણું ગળ્યાં કરે.
|
44 |
|
पुं. |
સોનું.
|
45 |
|
पुं. |
સોનું, રૂપું વગેરે ધાતુને ઓગળીને કરેલું પ્રવાહી.
|
46 |
|
पुं. |
સ્વાદ; રુચિ; મીઠાશ; લહેજત.
|
47 |
|
पुं. |
હિંગળો.
|
48 |
|
न. |
ઉજ્જડ જમીન ઉપર ઊગતું એક જાતનું ઘાસ.
|