| 1 |
|
स. क्रि. |
અટકાવવું; રોકવું; ઊભું રાખવું.
રૂઢિપ્રયોગ
રોતું રાખવું = રોતું અટકાવવું; રુદન બંધ કરાવવું.
|
| 2 |
|
स. क्रि. |
આગળ ધરવું.
રૂઢિપ્રયોગ
હાથ ધરી રાખવો = ઉન્નતિ કે આગળ ધપવામાં મદદ કરવી.
|
| 3 |
|
स. क्रि. |
આડા સંબંધ માટે પોતાનું કરવું; વેશ્યા અથવા અન્ય સ્ત્રીને કે પરપુરુષને પોતાનું કરવું; સંભોગ કરવો.
રૂઢિપ્રયોગ
૧. ઘરમાં રાખવું = કુટુંબના એક સભ્ય તરીકે રાખવું; આડો વ્યવહાર નભાવવો.
૨. રાખી દેવું = ગર્ભ રાખવો.
|
| 4 |
|
स. क्रि. |
ઉપયોગમાં લેવું; ઉપયોગ માટે પાસે રહે એમ કરવું.
|
| 5 |
|
स. क्रि. |
કબજામાં લેવું; કબજે લેવું.
રૂઢિપ્રયોગ
૧. રાખી રહેવું = (૧) કબજે રાખી મૂકવું. (૨) જાળવી રહેવું; ચાલુ રાખ્યા કરવું.
૨. હાથમાં રાખવું = સત્તા નીચે રાખવું.
|
| 6 |
|
स. क्रि. |
કબૂલ કરવું.
|
| 7 |
|
स. क्रि. |
કર નાખવો.
|
| 8 |
|
स. क्रि. |
કામે લગાડવું.
|
| 9 |
|
स. क्रि. |
ક્રિયા પૂરી થવી.
|
| 10 |
|
स. क्रि. |
ખરીદવું.
રૂઢિપ્રયોગ
રાખી લેવું = (૧) કોઇની પાસેથી માગી લીધેલ ચીજ તેને પાછી ન સોંપવી. (૨) ખરીદી લેવું. (૩) રોકી લેવું.
|
| 11 |
|
स. क्रि. |
ખસી કે તૂટી ન જાય પણ હોય તેવું રહે તેમ કરવું.
|
| 12 |
|
स. क्रि. |
ચાલુ રહેવા દેવું; અહેસાન નીચે લાવવું.
રૂઢિપ્રયોગ
હાથ રાખવો = અહેસાન નીચે લાવવું; ઉપકાર તળે રાખવું.
|
| 13 |
|
स. क्रि. |
છોડી દેવું; તજવું; પડ્યું મૂકવું; છોડવું.
રૂઢિપ્રયોગ
રાખ રાખ = હવે રહેવા દે; જોયું તારૂં તે કામ. શક્તિ કે ડહાપણ દર્શાવવાના જેવા અર્થમાં વપરાય છે.
|
| 14 |
|
स. क्रि. |
જમાવવું; એકઠું કરવું.
|
| 15 |
|
स. क्रि. |
જવાં ન દેવું; જેમનું તેમ રહે એમ કરવું.
|
| 16 |
|
स. क्रि. |
દાટવું.
|
| 17 |
|
स. क्रि. |
ધારણ કરવું; બતાવવું. દયા, મહેરબાની, ભાવ અને જોર માટે તે વપરાય છે.
|
| 18 |
|
स्त्री. |
નોકરીમાં દાખલ કરવું.
|
| 19 |
|
स. क्रि. |
પાછું હઠાવવું.
|
| 20 |
|
स. क्रि. |
પોતાનું કરવું; અંગનું કરી લેવું.
|
| 21 |
|
स. क्रि. |
પોષવું; સેવવું. તે ઉમેદ, ચિંતા અને આશા માટે વપરાય છે.
|
| 22 |
[ સં. રક્ષ્ ( રક્ષણ કરવું ) ] |
स. क्रि. |
બચાવવું; ઉગારવું; રક્ષવું.
|
| 23 |
|
स. क्रि. |
બારબર રહે તેમ કરવું કે તેવી ચીવટ બતાવવી. તે અંકુશ, કાબૂ, દાબ, ધ્યાન, ચોક્સાઈ, પગ, કબજો અને હક માટે વપરાય છે.
|
| 24 |
|
स. क्रि. |
બહાર નહિ કાઢવું; અંદર રહેવા દેવું.
|
| 25 |
|
स. क्रि. |
બાકી રાખવું.
|
| 26 |
|
स. क्रि. |
સતત કે ચાલુ રાખવું. તે બીજા ક્રિયાપદના ભૂતકાળનાં રૂપ સાથે સાતત્ય અથવા ચાલુપણાનો અર્થ બતાવવામાં વપરાય છે. જેમકે, લખ્યે રાખવું, ઝીલી રાખવું.
|
| 27 |
|
स. क्रि. |
ભેગું કરવું.
|
| 28 |
|
स. क्रि. |
ભોગવવું; ઉપભોગ કરવો.
|
| 29 |
|
स. क्रि. |
માન આપવું.
રૂઢિપ્રયોગ
૧. બોલ રાખવો-શુકન કે વચન રાખવું = (૧) અરજ માન્ય કરવી. (૨) વચન પાળવું.
૨. માન રાખવું = માનમરતબો સાચવવો.
૩. મોં રાખવું = માન જાળવવું; શરમ ખાવી.
|
| 30 |
|
स. क्रि. |
માનીતું કરી પાસે રહે તેમ કરવું.
|
| 31 |
|
स. क्रि. |
માન્ય કરવું; સ્વીકારવું; લેવું. જેમકે ગીરો રાખવું; જમે રાખવું.
|
| 32 |
|
स. क्रि. |
માવું; સમાવું.
|
| 33 |
|
स. क्रि. |
રહેવું.
|
| 34 |
|
स. क्रि. |
લાંચ દેવી.
|
| 35 |
|
स. क्रि. |
વ્યાજે લેવું.
|
| 36 |
|
स. क्रि. |
શરત કરવી.
|
| 37 |
|
स. क्रि. |
સંઘરવું; અલાયદું મૂકવું.
રૂઢિપ્રયોગ
રાખી મૂકવું = (૧) બાકી રાખવું. (૨) સંઘરી મૂકવું.
|
| 38 |
|
स. क्रि. |
સોંપવું.
|
| 39 |
|
स. क्रि. |
હોવા દેવું; રહેવા દેવું. જેમકે, કાયમ રાખવું, મહાલ રાખવું, છૂટ રાખવી, ઢીલું રાખવું.
રૂઢિપ્રયોગ
૧. પગ રાખવો = (૧) અતિશય હોવું. (૨) વારંવાર જવું.
૨. રાખી જોવું = અખતરા ખાતર રાખવું.
|
| 40 |
|
स. क्रि. |
સંભાળવું; સાચવવું; જતન કરવું.
ઉપયોગ
મોટું પુણ્ય છે મનુષ્ય રાખ્યાનું. – નળાખ્યાન.
|