| 4 |
|
पुं. |
( પુરાણ ) એ નામના અગિયાર માંહેનો દરેક દેવ. તેમની ઉત્પત્તિ કોઇ ઠેકાણે સ્થાણુ નામના બ્રહ્મપુત્રથી તો કોઇ ઠેકાણે ધર્મ ઋષિથી એમ સંશયાત્મક બોલી મળે છે. સામાન્ય રીતે તેઓ ભૂત, રાક્ષસ વગેરેના અધિપતિ ગણાય છે, તોપણ ભૂત વગેરેનું ખરું આધિપત્ય તો મુખ્યત્વે કરીને નિઋતિ નામના એક રુદ્રનું છે. બ્રહ્માએ સૃષ્ટિ રચવા માંડી તેનો પ્રકાર તથા એમાં શિવનું રુદ્ર નામ શાથી પડ્યું તે કહ્યું છે. બ્રહ્માના ક્રોધથી તામસ પ્રકટ થયો અને શિવે તે પોતાની પાસે રોતાં રોતાં માગ્યો તેથી રુદ્ર એવું નામ પડ્યું છે. તેને હૃદય, ઇંદ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, સૂર્ય ચંદ્ર ને તપ એ સ્થાનક વસવા આપ્યાં. તેના મન્યુ, મનુ, મહિનસ, મહાન, શિવ, ક્રતુધ્વજ, ઉગ્રરેતા, ભવ, કાળ, વામદેવ અને ધૃતવ્રત એવાં અગિયાર નામ પડ્યાં. તેમ જ ધી. વૃત્તિ, ઉશના, ઉમા, નિયુત, સપિ, ઇલા, અંબિકા, ઇરાવતી. સુધા, અને દીક્ષા એ રુદ્રાણી થઇ. એ રુદ્રે ભૂત, ભૈરવ વગેરે પ્રજા ઉત્પન્ન કરી છે માટે એ તામસી પ્રજા છે. રુદ્ર અગિયાર મનાય છે: વીરભદ્ર, શંકર, ગિરીશ, અજૈક પાદ, અહિર્બુધ્ન્ય પિનાકી, અપરાજિત, ભુવનાધીશ્વર, કપાલી, સ્થાણું અને ભગ.
|