स्त्री.
[ અં. ]
પુસ્તકાલય; ગ્રંથાલય. દુનિયામાં મોટામાં મોટી દશ લાયબ્રેરીઓ છે. તેમાં મોસ્કોની પબ્લિક લેનિન લાયબ્રેરી અને યુ.એસ.એ. ની નેશનલ લાયબ્રેરી મોટી ગણાય છે. તેમાં ૬૦થી ૭૦ લાખ પુસ્તકો હોવાનું મનાય છે. હિંદ પર્યટનમાં લખ્યું છે કેઃ વડોદરામાં ત્યાંનું પુસ્તકાલય જોવા જોવું છે. જેનો મુકાબલો ભરતખંડમાં બીજું કોઈ પુસ્તકાલય કરી શકે તેમ નથી. કેટલાંક પુસ્તકોની દસ કરતાં પણ વધુ નકલ રાખેલી છે. જે પુસ્તકો મુંબઈ જેવાં મોટાં શહેરોની લાયબ્રેરીમાંથી ન મળી શકે તેવાં તમામ પુસ્તકો અહીંની સેંટ્રલ લાયબ્રેરીમાંથી વાચકને મળી શકે છે. સંસ્કૃત લાયબ્રેરીમાં બસોથી ત્રણસો વર્ષના પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોના નમૂના-ભગવદ્ગીતા, ભાગવત વગેરે ધાર્મિક ગ્રંથો જોવાથી આપણી પ્રાચીન સંસ્કૃતિનું ભાન થઈ આવે છે. જે સમયે હિંદુસ્તાનમાં છાપખાના ન હતાં તે વખતના આપણા પૂર્વજોના હસ્તાક્ષર એવી તો સીધી લાઈનમાં અને મોતીના દાણા જેવા સ્વચ્છ લખાયેલા છે કે તે છાપખાનામાં છાપેલા જ હોય એમ જ હરકોઈ કહી શકે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.