1 |
|
स. क्रि. |
આપે કે કરે તેમ કરવું. જેમકે, કામ લેવું.
|
2 |
|
स. क्रि. |
ઉચ્ચારવું; બોલવું; રટવું. જેમકે, તેનું નામ ન લેશો.
રૂઢિપ્રયોગ
નામ લેવું = (૧) ઉચ્ચારણ કરવું. (૨) ચીડવવું; સતાવવું.
|
3 |
|
स. क्रि. |
ઉધાર લેવું; કરજે કરવું.
|
4 |
|
स. क्रि. |
ઉતારવું; કાપવું. જેમકે, નખ કે વાળ લેવા.
|
5 |
|
स. क्रि. |
ઉપાડવું; સ્થળાંતર કરવું. જેમકે, ટેબલ પાસે લો.
|
6 |
|
स. क्रि. |
કીમત લેવી. જેમકે, આ શાલનું શું લીધું ?
|
7 |
|
स. क्रि. |
ખરીદવું; કીમત આપી કબજે કરવું. જેમકે, ઘોડો ક્યારે લીધો ?
રૂઢિપ્રયોગ
૧. લઈ રાખવું = આગળથી લાવી મૂકવું.
૨. લેવા જઈએ ત્યારે લેવાઈએ = ઘરાકને હમેશા છેતરાવાનું જ હોય છે.
|
8 |
|
स. क्रि. |
ખાવું કે પીવું. જેમકે, અત્યારે દૂધ લેશો કે ચા ?
|
9 |
|
स. क्रि. |
ખેંચવું; વળગવું.
|
10 |
|
स. क्रि. |
ગણવું; લેખવવું; ધારવું.
રૂઢિપ્રયોગ
મનમાં લેવું = (૧) ખોટું લગાડવું; અસર થવા દેવી. (૨) ગણવું; લેખવવું; લક્ષમાં લેવું.
|
11 |
|
स. क्रि. |
છૂટવવું; રહિત કરવું; વિનાનું કરવું; પડાવવું. આબરૂ, વખત, જીવ, લાંચ લેવા માટે વપરાય છે.
રૂઢિપ્રયોગ
લઈ લેવું = (૧) ઊંચકી લેવું. (૨) પકડી લેવું. (૩) પાછું લેવું. (૪) પોતાની પાસે રાખી લેવું; સંગ્રહ કરવો. (૫) બથાવી પડવું. (૬) લૂંટી લેવું; ઝૂંટવી લેવું.
|
12 |
|
स. क्रि. |
ટાંકવું; નોંધવું; ઉતારી લેવું; જેમકે, તેમનું ઠેકાણું લઈ લો.
|
13 |
|
स. क्रि. |
તપાસ કરી સમજવું. માપ, તાગ અને ખબર માટે વપરાય છે.
રૂઢિપ્રયોગ
૧. ખબર લેવી = (૧) કોઈ ઉપર વેર લેવું; વેર વાળવું. (૨) તપાસ કરવી. (૩) સંભાળ રાખવી.
૨. માપ લેવું = (૧) દારૂ પીવો. (૨) માપવું.
|
14 |
|
स. क्रि. |
દાખવવું. જેમકે, શક લેવો.
|
15 |
|
स. क्रि. |
દોરવું; તેડી જવું; લઈ જવું. જેમકે, છોકરાને સાથે લીધો.
રૂઢિપ્રયોગ
૧. લઈ આવવું = લાવવું.
૨. લઈ જવું = (૧) ઊંચકી જવું; તેડી જવું. (૨) ચોરી જવું. (૩) દોરવું.
|
16 |
|
स. क्रि. |
ધમકાવવું; ઠપકો આપવો. જેમકે, તે આવ્યો કે તેને લીધો.
રૂઢિપ્રયોગ
૧. લઈ નાખવું = (૧) અણગમા કે જબરદસ્તીથી ગ્રહણ કરવું. (૨) ઠપકો આપવો. (૩) ધમકાવી કાઢવું.
૨. લઈ મૂકવું = (૧) આક્ષેપ કરવો. (૨) આગળથી લઈ રાખવું. (૩) ખરાબ કરવું. (૪) દલીલમાં હરાવવું. (૫) ધમકાવવું. (૬) નષ્ટ કરવું. (૭) પૂરું કરવું; સમાપ્ત કરવું.
|
17 |
|
स. क्रि. |
ધરવું; ઝાલવું; પકડવું; ગ્રહવું; ગ્રહણ કરવું; સહાવું.
રૂઢિપ્રયોગ
૧. લઈ બેસવું = (૧) આરંભ કરવું; માંડવું. (૨) ખંતથી કામે વળગવું. (૩) ગભરાવું. (૪) પચાવી પડવું. (૫) વહોરી લેવું; માની લેવું.
૨. હાથમાં લેવું = (૧) કાબૂ કે નિયંત્રણમાં લેવું. (૨) પકડવું; ઝાલવું. (૩) મારવું. (૪) વશમાં કે તાબામાં લેવું.
|
18 |
|
स. क्रि. |
ધારણ કરવું. જેમકે, વેશ લેવો.
|
19 |
|
स. क्रि. |
પૂર્વ શબ્દથી સૂચિત થતી ક્રિયા બતાવવી. જેમકે, ઊંઘ લેવી, શ્વાસ લેવો.
રૂઢિપ્રયોગ
૧. ખોળે લેવું = દત્તક લેવું.
૨. જીવ લેવો = (૧) પજવીને કાયર કવું. (૨) મારી નાખવું.
૩. મન લેવું = બીજા માણસના મનનો ભેદ લેવો.
૪. માથે લેવું = જોખમ કે જવાબદારી સ્વીકારવી; વહોરવું.
૫. રસ્તો લેવો = જતું રહેવું; પલાયન થવું.
|
20 |
|
स. क्रि. |
બીજા ક્રિયાપદની સાથે આવતાં તે ક્રિયા પૂરી કરવી અથવા વહેલી પતાવવી તેવો અર્થ બતાવવો. જેમકે, ખાઈ લેવું.
|
21 |
|
स. क्रि. |
ભાવ ઠરાવવો; કીમત નક્કી કરવી.
|
22 |
|
स. क्रि. |
ભેળવવું; મેળવવું; દાખલ કરવું. જેમકે, એ કામમાં એને ન લેવો.
રૂઢિપ્રયોગ
૧. અંદર-માં લેવું = દાખલ કરવું.
૨. લઈ-લેતા પડવું = (૧) ગળે પડવું; સંડોવવું. (૨) માની લેવું; વહોરી લેવું.
|
23 |
|
स. क्रि. |
માગવું; પૂછવું. આજ્ઞા, પરવાનગીને માટે વપરાય છે.
|
24 |
|
स. क्रि. |
માન્ય રાખવું; ટેકો આપવો. પક્ષ અને ઉઘરાણું માટે વપરાય છે.
|
25 |
|
स. क्रि. |
રજૂ કરવું; ઉપાડવું. જેમકે, વાંધો લેવો; તકરાર લેવી.
|
26 |
|
स. क्रि. |
વહોરવું. જેમકે, નિસાસા લેવા, હાય લેવી.
|
27 |
|
स. क्रि. |
સ્વીકારવું; કોઈ આપે તે પોતાની પાસે આવે તેમ કરવું.
રૂઢિપ્રયોગ
૧. લેતો જા = ખાતો જા.
૨. લેવાનું દેવું થવું = (૧) બહુ જ કઠણ સમય આવવો. (૨) ભલાઈ કરતાં બૂરાઈ થવી. (૩) લાભને બદલે હાનિ થવી.
|