स्त्री.
યોગની બાવીસ માંહેની એ નામની એક મુદ્રા; ઊર્ધ્વસર્વાંગાસન. તેમાં હાથ શરીરને અડીને રહે તેમ ચત્તા લાંબા સૂઈ જવું. પછી પગ ધીમેધીમે એંશી અંશનો ખૂણો થાય ત્યાંસુધી ઊંચે ઉપાડવા. આ અવસ્થાને અર્ધવિપરીતકરણી કહે છે. પછી હાથ અને કોણીની મદદ લઈ શરીરના નીચલા ભાગને ઊંચો કરી નિતંબ નીચે આધાર માટે હાથ રાખવા તે વિપરીતકરણી કહેવાય છે. આ આસન માટેની બીજી પણ રીત છે: પહેલાં જમીન ઉપર હાથ પગ લાંબા કરીને સૂઈ ગયા પછી શ્વાસ ફેફસાંમાં ભરીને બંને પગ ઊંચા કરવા. હાથથી કમરને પકડી રાખવી અને પગ સીધા રાખવા. પગ ઉપર લઈ ગયા પછી શ્વાસ યથાશક્તિ રોક્યા પછી ચાલુ રાખવો, આંખની દૃષ્ટિ પગના અંગૂઠા ઉપર રાખવી. દાઢી કંઠકૂપમાં લાવવી. બરડો, કમર અને પગ સમરેખામાં હોવાં જોઈએ. આ મુદ્રાના અભ્યાસથી ત્રિવલ્લી તથા પળિયાં નાશ પામે તથા વીર્યની ઊર્ધ્વગતિ થાય એમ કહેવાય છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં