6 |
|
स्त्री. |
દિવ્ય કે અલૌકિક શક્તિ. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને પોતાની વિભૂતિઓ કહે છે કે, હે અર્જુન, હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું. ભૂતોનો આદિ, મધ્ય તથા અંત હું જ છું. આદિત્યોમાં વિષ્ણુ, જ્યોતિઓમાં કિરણોવાળો સૂર્ય, વાયુઓમાં મરીચિ, નક્ષત્રોમાં ચંદ્ર, વેદોમાં સામવેદ, દેવોમાં ઇંદ્ર, ઇંદ્રિયોમાં મન, પ્રાણીઓમાં ચેતના, રુદ્રોમાં શંકર, યક્ષ અને રાક્ષસોમાં કુબેર, વસુઓમાં પાવક નામનો વસુ, પર્વતોમાં મેરુ, પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ, સેનાપતિઓમાં કાર્તિકેય, જળાશયોમાં સાગર, મહર્ષિઓમાં ભૃગુ, વાણીમાં એકાક્ષર ૐકાર, યજ્ઞોમાં જપયજ્ઞ, સ્થાવરોમાં હિમાલય, સર્વ વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ, સિદ્ધોમાં કપિલમુનિ, ઘોડાઓમાં અમૃતથી ઉત્પન્ન થયેલો ઉચ્ચૈ:શ્રવા, હાથીઓમાં ઐરાવત, મનુષ્યોમાં રાજા, આયુધોમાં વજ્ર, ગાયોમાં કામધેનુ, સંતાન ઉત્પન્ન કરનારો કામદેવ, સર્પોમાં વાસુકિ, નાગોમાં અનંત નામનો નાગ, જળચરોમાં વરુણ, પિતૃઓમાં અર્યમા, વશ કરનારાઓમાં યમ, દૈત્યોમાં પ્રહ્લાદ, ગણતરી કરનારાઓમાં કાળ, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, પવિત્ર કરનારાઓમાં પવન, શસ્ત્રધારીઓમાં શ્રીરામ, માછલાંમાં મગર, નદીઓમાં ગંગા, સૃષ્ટિઓનો આદિ, મધ્ય, અને અંત, વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા, ઉત્તમ વક્તાઓનો વાદ, અક્ષરોમાં અકાર, સમાસ સમુદાયમાં દ્વંદ્વ સમાસ અને અક્ષય કાળ હું જ છું તથા સર્વ તરફ મુખવાળો ધાતા એટલે કર્મફળદાતા હું છું. વળી સર્વનો સંહારક મૃત્યુ અને ભવિષ્યમાં થનારાઓનું ઉત્પત્તિકારણ હું છું. વળી સ્ત્રીઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ અને ક્ષમા સામવેદના વિભાગોમાં બૃહત્સામ, છંદોમાં ગાયત્રી, મહિનઓમાં માર્ગશીર્ષ, ઋતુઓમાં વસંત ઋતુ, છળ કરનારાઓમાં જુગાર, તેજસ્વીઓમાં તેજ, જીતનારાઓમાં વિજય, નિશ્ચય, કરનારાઓમાં નિશ્ચય, સત્ત્વ વાળાઓનું સત્ત્વ, યાદવોમાં વાસુદેવ એટલે કૃષ્ણ, પાંડવોમાં અર્જુન, મુનિઓમાં વ્યાસ, કવિઓમાં શુક્રાચાર્ય, શિક્ષા કરનારાઓની શિક્ષા, જીતવા ઇચ્છનારાઓની નીતિ, ગુપ્ત ભાવોમાં મૌન અને જ્ઞાનીઓનું જ્ઞાન હું છું. વળી હે અર્જુન ! સર્વભૂતોનું જે બીજ છે તે પણ હું છું. તેવું એકેય સ્થાવર જંગમ ભૂત પ્રાણી પદાર્થ નથી કે જે મારા વિના હોય. હે પરંતપ ! મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી.
|