4 |
|
पुं. |
( પિંગળ ) એ નામનો અતિધૃતિની જાતનો એક અક્ષરમેળ છંદ. તેને શંભુ પણ કહે છે. તેના દરેક ચરણમાં સગણ, તગણ, યગણ, ભગણ, બે મગણ અને ગુરુ એમ ઓગણીશ અક્ષર હોય છે.
|
8 |
[ સં. શં. ( કલ્યાણ ) + કર ( કરનાર ) ] |
पुं. |
મહાદેવ; શિવ; શંભુ; સારું કલ્યાણ કરનાર દેવ; ગિરીશ; ભોળાનાથ; પાર્વતીપતિ; કલ્યાણ કરનાર દેવ. તે ભસ્માંકિત વિચારગ્રસ્ત મુખવાળા; ચાર હાથ, ત્રણ નેત્ર, કપાળમાં ચંદ્ર, જટામાં ગંગા, ગળામાં વિષ અને સર્પોનાં આભૂષણ ધારણ કરેલાં છે. તેને વ્યાઘ્રચર્મનું આસન ને નંદી એટલે પોઠીઓ વાહન છે. તેનું સ્વરૂપ યોગીનું છે. તેનાં બાર જ્યોતિર્લિંગ છે. તેનાં લિંગની પૂજા થાય છે. તેમના ૧૦૦૮ જુદાં જુદાં નામ છે. તેને પૂજનારા શૈવમાર્ગી કહેવાય છે. દક્ષિણ હિંદમાં લિંગાયત નામના પંથનો ફાંટો છે. તેઓ માને છે કે મહાદેવનું કૈલાસ પર્વત ઉપર રહેઠાણ છે. પાર્વતી તેમનાં પત્ની છે. ગણેશ અને સ્કંદ-કાર્તિકેય પુત્ર છે. વળી તે ભૂત અને ગણોના અધિપતિ, ઉત્પત્તિ, રક્ષણ અને સંહાર કરનારા છે. માહ વદી ૧૪ ને દિવસે તેનો મોટો ઉત્સવ ઊજવાય છે. તેમની પૂજામાં બિલ્વપત્ર ને વિજ્યા મુખ્ય છે. કેટલાક વિદ્વાનો શંકરને જ કારણોના કારણરૂપ, સર્વદા મંગળરૂપ, મોટા દેવ, પ્રલય ને ઉત્પત્તિ રહિત, આત્મારામ, દેવતાઓના સ્વામી, ત્રણ ગુણવાળા, દુ:ખને હરનાર, સંસારથી તારનાર, અવિનાશી અને સૃષ્ટિની સ્થિતિ તથા પ્રલયના કરનાર કહે છે. તે ધન, પુત્ર અને સંતાનના દેવતા છે. શંકરનો ભક્ત કદી પુત્ર વિનાનો કે નિર્ધન હોતો નથી. આયુર્વેદ, યાગ, વિમાનશાસ્ત્ર, વિજ્ઞાનશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર, મંત્રતંત્રશાસ્ત્ર, ધાતુવાદ વગેરેના અધિષ્ઠાતા દેવતા શંકર છે. ચારે વેદોમાં શંકરની જ સ્તુતિ કરી છે.
ઉપયોગ
ગંગાધર હર શૂલધર, શશિધર શંકર વામ; શર્વ શંભુ શિવ ભીમ ભવ ભાર્ગ કામરિપુ નામ. – પિંગળલઘુકોષ
|