શિવકાંચી

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

એ નામની એક નગરી. એ યાત્રાનું ધામ છે. આર્યવર્ત યાત્રામાં ઉલ્લેખ છે કેઃ મંદિરનો આગળનો ઘુંમટ ૧૬ કાળા પથ્થરના જાડા સ્તંભો ઉપર છે. આ મંડપના પથ્થર વગેરે કારીગરીથી ભરપૂર છે. મંદિરમાં ભરપૂર છે. મંદિરમાં જતાં પ્રથમ ગણપતિનું મંદિર આવે છે. આગળ જતાં કાશીવિશ્વનાથનું મંદિર આવે છે અને તે પછી મુખ્ય મંદિર એકામેશ્વરનું આવે છે. ત્યાં બાજુમાં આંબાનું વૃક્ષ પણ છે. બીજું મંદિર કામાક્ષી દેવીનું છે. આ દેવી સુવર્ણના શૃંગારથી વિભૂષિત રાખવામાં આવે છે. આ વિશાળ સમૂહને શિવકાંચી કહે છે. અહીં નવગ્રહની મૂર્તિઓ છે, તેમ જ દશ અવતારની મૂર્તિઓ પણ છે એને તે રંગબેરંગી સુશોભિત છે .આ મંદિરો મોટે ખર્ચે તૈયાર થયાં જણાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects