પું○, સ્ત્રી○
જોડાવાની, સંધાવાની ક્રિયા, જોડાણ. (૨) જોડાવાનું સ્થાન, સાંધ, સાંધો. (૩) બેના જોડાણ વચ્ચેની તરડ કે ફાટ. (૪) ચોરે ભીંતમાં પાડેલું બાકું. (૫) તક, પ્રસંગ, મોકો. (૬) સુલેહ, સમાધાન, તહ. (૭) ઉચ્ચારણમાં શબ્દોના જોડાણે સ્વર, વ્યંજન, વિસર્ગ, અનુસ્વાર વગેરેનાં સ્વાભાવિક જોડાણ. (વ્યા.) (૮) નાટ્ય રચનામાં એકબીજા પ્રસંગોની સ્થાન પ્રમાણેની ગોઠવણ (પૂર્ણ નાટકમાં એવી પાંચ સંધિ હોય છે: મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ અને નિર્વહણ). (નાટ્ય.) (૯) મધ્યકાલીન અપભ્રંશ કાવ્યોમાં અમુક અમુક ‘કડવકો’નો પેટાસંગ્રહ (એ ‘સર્ગ’નો પ્રકાર નથી.). (કાવ્ય.) (૧૦) પદ્યના ચરણમાં ઉચ્ચારણની દૃષ્ટિએ સ્વર, વ્યંજનસમૂહનો પડતો તે તે ટુકડો, ‘ફૂટ.’ (કે○હ○) (કાવ્ય.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.