6 |
|
पुं. |
ધર્મ ઉપરથી નીકળેલો અમુક મતનો ફાંટો; ધર્મમત; પંથ; ધર્મનો પંથ વૈષ્ણવ, શૈવ અને શાક્ત આ ત્રણ મોટા પંથોમાંથી કેવળ વૈષ્ણવનાજ નિમ્નલિખિત ૨૦ સંપ્રદાય હોવાનું મનાય છે: (૧) શ્રી સંપ્રદાય, (૨) નીમાવત, (૩) મદવાચારી કે બ્રહ્મ, (૪) સનકાદિક કે સંપ્રદાય સંપ્રદાય, (૫) રામાનંદી કે રામાવત, (૬) રાધાવલ્લભી, (૭) નિત્યાનંદી, (૮) કબીરપંથી, (૯) ખાકી, (૧૦) મલૂકદાસી, (૧૧) દાદુપંથી, (૧૨) રામદાસી, (૧૩) સેનાઈ, (૧૪) મીરાંબાઈ, (૧૫) સખીભાવ, (૧૬) ચરણાદાસી, (૧૭) હરિશ્ચંદ્રી, (૧૮) સધનાપંથી, (૧૯) માધવી, (૨૦) વૈરાગી અને નાગાસંન્યાસી. શૈવોના ૭ મોટા ભેદ હતા : (૧) સંન્યાસી દંડી આદિ, (૨) યોગી, (૩) જંગમ, (૪) ઊર્ધ્વબાહુ, (૫) ગૂદડ, (૬) રૂખડ અને (૭) કડાલિંગી. શાક્તોના ચૌદ મુખ્યભેદ આ પ્રમાણે હતા : (૧) દક્ષિણાચારી, (૨) વામી, (૩) કાનચેલિયા, (૪) કરારી, (૫) અઘોરી, (૬) ગાણપત્ય, (૭) સૌરપત્ય, (૮) નાનકપંથી, (૯) બાબાલાલી, (૧૦) પ્રાણનાથી, (૧૧) સાધ, (૧૨) સંતનામી, (૧૩) શિવ નારાયણી અને (૧૪) શૂન્યવાદી.
ઉપયોગ
સંપ્રદાય એ શબ્દ માત્ર રૂઢ કે માત્ર યૌગિક નથી પણ મિશ્ર છે. એક અગર અનેક અસાધારણ મૂળભૂત વ્યક્તિઓથી ઊતરી આવતો જ્ઞાન, આચાર કે ઉભયનો વિશિષ્ટ વારસો તે સંપ્રદાય. – પુરાતત્ત્વ
|