1 |
[ સં. સત્ ( સાચું ) + ત્વ ( પણું ) ] |
पुं. |
જેનાથી શાંતિ, ક્ષમા, દયા, સત્ય, જ્ઞાન અને નીતિની વૃદ્ધિ થાય છે તે; સત્વગુણ. મનુસ્મૃતિમાં લખ્યું છે કેઃ વેદાભ્યાસ, તપ, જ્ઞાન, શૌચ, ઇંદ્રિયોનો નિગ્રહ, ધર્મક્રિયા અને આત્મચિંતન એ સાત સત્ત્વગુણનાં લક્ષણ છે.
|
2 |
|
पुं. |
( જૈન ) પૃથ્વી આદિ ચાર સ્થાવર. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના જીવ; પ્રાણીમાત્ર.
ઉપયોગ
જે જે સત્ત્વો વિભૂતિ કે શ્રી પ્રતિભાથી યુક્ત, તે તે તું જાણ સૌ મારાં થયેલ તેજ અંશથી. – ગીતાનુલેખન
|
3 |
|
पुं. |
માયાના ત્રણ માંહેનો એ નામનો એક ગુણ; સારાપણાનો ગુણ.
ઉપયોગ
સૌ દ્વારો માંહિ આ દેહે જ્ઞાનપ્રકાશ ઉપજે, ખીલેલો જાણવો ત્ય્હારે સત્ત્વ એમ જ ભારત ! – કઠોપનિષદ
|
4 |
|
पुं. |
મૂળ સ્વભાવ, મૂળ તત્ત્વ, બળ, શક્તિ, કૌવત, હીર, સાર, કસ, દૈવત, વસ્તુ, પદાર્થ, દ્રવ્યને પરાક્રમ. વેદમાં તેનું વર્ણન આ પ્રમાણે છેઃ દેવપૂજા, સ્નિગ્ધ ભોજન, કર્તવ્ય તત્પરતા, દેશકાલોચિત દાન, અવિભક્ત ભાવ, નિષ્કામ કર્મ, નિર્વિકાર, અહિંસકર યથાર્થબુદ્ધિ અને ઉચ્ચિગત આ બધાં સત્ત્વગુણનાં લક્ષણો છે.
|
5 |
[ સં. સત્ ( સાચું ) + ત્વ ( પણું ) ] |
न. |
અસ્તિત્વ.
ઉપયોગ
એમનાં સત્ત્વ ( અસ્તિત્વ )ના પ્રકાર જુદા છે એ એક ઉત્તર છે. – આપણો ધર્મ.
|
6 |
|
न. |
અંતઃકરણ.
ઉપયોગ
આત્માને જાણનારો વિશુદ્ધ સત્ત્વ અર્થાત્ અંતઃકરણવાળો મનુષ્ય જે જે લોકને મનથી સંકલ્પે છે તથા જે જે પદાર્થોને ચાહે છે તે તે લોક તથા પદાર્થોને તે પ્રાપ્ત કરે છે. – મુંડકોપનિષદ
|
7 |
|
न. |
ઉત્સાહ.
|
8 |
|
न. |
ઔષધીનું ઘન. ઘણાં ખરાં ઘન નરમ ગોળ જેવાં હોય છે તેમ જ કેટલાંએક પ્રવાહી હોય છે.
|
9 |
|
न. |
જીવનમુક્તનું ચિત્ત.
|
10 |
|
न. |
દૃઢતાપણું; સાહસ.
ઉપયોગ
તારું સત્ત્વ દેખી કરી રે લોલ, તુજ શું થયો સંતુષ્ટ. – જિનહર્ષજી
|
11 |
|
न. |
પદાર્થ; વસ્તુ; દ્રવ્ય; મૂળપદાર્થ.
|
12 |
|
न. |
પ્રાણી; પ્રાણધારી.
ઉપયોગ
બોલો સહુ સૃષ્ટિનાં સત્ત્વો, દિશા કાળની ગંગા યમુનાનો જય ! બ્રહ્મ ને બ્રહ્માંડનો જય ! – જયાજયંત
|
13 |
|
न. |
બળ; પરાક્રમ; કૌવત; શક્તિ; દૈવત.
|
14 |
|
न. |
બુદ્ધિ. કઠોપનિષદમાં કહ્યું છે કે, ઇંદ્રિયોથી મન, મનથી સત્ત્વ અર્થાત્ બુદ્ધિ, બુદ્ધિથી મહત્તત્વ અને મહત્તત્ત્વથી પ્રકૃતિ તથા પ્રકૃતિથી પુરુષ કે જે વ્યાપક છે અને અકાય છે તે ઉત્તમ છે.
ઉપયોગ
ઇંદ્રિયોથી મન શ્રેષ્ઠ, મનથી સત્ત્વ ઉત્તમ, સત્ત્વથી મહત શ્રેષ્ઠ તેથી પ્રકૃતિ પરે, પ્રકૃતિથી ચડે આત્મા જે અલિગ વ્યાપક. – કઠોપનિષદ
|
15 |
|
न. |
વાસનારહિત શુદ્ધ મન.
|
16 |
|
न. |
સદ્ગુણ.
|
17 |
|
न. |
સાર; તત્વ; રસ; કસ; હીર; અર્ક; સારાંશ.
ઉપયોગ
સરકાર, સભાઓ ને સુધારાવાળા એ ત્રણેને કવિ ગુજરાતમાં સુધારો દાખલ કરનાર કહે છે….. પણ ઘણું કરીને કવિનો અર્થ આ ઠેકાણે એમ કહેવાનો સંભવે છે કે યુરોપના સુધારાનું સત્ત્વ ( spirit ) દાખલ થવું એમ હોય તો તે કહેવું વાજબી છે. – નવલરામ
|