1 |
[ સં. ] |
पुं. |
અમૃત.
|
2 |
|
पुं. |
આકાશ; ગગન.
|
3 |
|
पुं. |
( સંગીત ) એ નામે ઓડવ જાતિ એક રાગ. તેનો ગ્રહ અને ન્યાસ સ્વર સ છે. વાદી સ્વર પ અને સંવાદી સ્વર રિ છે. તેમાં સ રિ મ પ નિ સ એ સ્વરો આવે છે. ગ, ધ વર્જ્ય છે. નિષાદ બે લેવાય તે આરોહમાં શુદ્ધ અને અવરોહમા કોમળ લેવાય છે. સારંગના અનેક ભેદ છે, તે જુદા જુદા અંશ સ્વર માનવાથી થયા છે. ગાવાનો સમય ગ્રીષ્મ ઋતુંમાં દિવસે બીજો પહોર છે. તે વીર, અદ્દભુત અને શાંત રસ ઉત્પન્ન કરે છે. તે સાધારણ ગંભીર પ્રકૃતિનો છે. આ રાગ ગાવાથી પિત્ત જ્વર તથા પિત્તના પ્રકોપથી થતી શિરોવેદના શમે છે.
|
4 |
|
पुं. |
( પિંગળ ) એ નામે એક પ્રચૂર્ણગીતિ માત્રામેળ છંદ. તે ગીતિ સ્કંધકનો એક ભેદ છે. તેમાં ૨૫ ગુરુ અને ૧૪ લઘુ મળી ૩૯ અક્ષરની ૬૪ માત્રા હોય છે.
|
5 |
|
पुं. |
( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ચૂડાણા ઉપદોહા છંદનો એક ભેદ છે. તેમાં ૩૬ ગુરુ અને ૩૬ લઘુ મળી ૭૨ વર્ણની ૧૦૮ માત્રા હોય છે.
|
6 |
|
पुं. |
( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ષટ્પદી છપ્પય છંદનો એક ભેદ છે. તેમાં ૬૨ લઘુ અને ૪૫ ગુરુ મળી ૧૦૭ વર્ણની ૧૫૨ માત્રા હોય છે.
|
7 |
|
पुं. |
( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે જગતી છંદનો એક ભેદ છે. તેને કંદ છંદ પણ કહે છે. તેના દરેક ચરણમાં ચાર યગણ અને લઘુ મળી તેર અક્ષર હોય છે.
|
8 |
|
पुं. |
( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે જગતી છંદનો એક ભેદ છે. તેને મેનાવળી, મેનિકા, સારંગરૂપ, મૈણાઉલ, મદનાકુલ, સારંગા કે કામ છંદ પણ કહે છે. તેના દરેક ચરણમાં ચાર તગણ મળી બાર અક્ષર આવે છે. તેમાં ત્રીજા અક્ષર ઉપર યતિ આવે છે.
ઉપયોગ
સારંગ તો થાય તા તા ત તા થી જ – રણપિંગળ
|
9 |
|
पुं. |
( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે વર્ણદંડક કહેવાય છે. તેના દરેક ચરણમાં તેર રગણ મળી ૩૯ અક્ષર હોય છે.
ઉપયોગ
પાદપાદે રચો તેર તો રા ગણો શુદ્ધ સારંગના દંડકે, ત્રીશ ને ખંડ છે અક્ષરો સર્વ તો એમ જાણો તમે. – રણપિંગળ
|
10 |
|
पुं. |
( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ; મુખલા. તે બૃહતિ છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં નગણ, યગણ અને સગણ એમ નવ અક્ષર હોય છે.
|
11 |
|
पुं. |
( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ; સારંગી. તે અતિશર્ક્કરી છંદનો એક ભેદ છે. તેના ચરણમાં પાંચ મગણ મળી પંદર અક્ષરો હોય છે.
|
12 |
|
पुं. |
કપૂર.
|
13 |
|
पुं. |
કમળ.
|
14 |
|
पुं. |
કાબરચીતરો રંગ.
|
15 |
|
पुं. |
કામદેવ; અનંગ.
|
16 |
|
पुं. |
કેશ.
|
17 |
|
पुं. |
કોકિલ.
|
18 |
|
पुं. |
ઘોડો; અશ્વ.
|
19 |
|
पुं. |
ચંદન; સુખડ.
|
20 |
|
पुं. |
ચંદ્ર.
|
21 |
|
पुं. |
ચાતક; બપૈયો.
ઉપયોગ
કલિતકંઠ દાત્યૂહ હરી ચાતક સારંગ નામ, ધનથી રૂઠ પપીહરા બને નહિ કોઈ કામ. – પિંગળલઘુકોષ
|
22 |
|
पुं. |
છત્ર.
|
23 |
|
पुं. |
ઝાડ.
|
24 |
|
पुं. |
તંબુરો; સિતાર.
|
25 |
|
पुं. |
દાગીનો; અલંકાર.
|
26 |
|
पुं. |
દીવો.
|
27 |
|
पुं. |
દુષ્ટ વીંછી.
|
28 |
|
पुं. |
દેડકો.
ઉપયોગ
રવી શશિ હય ગજ ગગન ગિરિ કે હરિ કંજ કુરંગ, ચાતુર દાદુર દીપ અલિ એ સઘળા સારંગ. – પિંગળલધુકોષ
|
29 |
|
पुं. |
પહાડ.
|
30 |
|
पुं. |
પૃથ્વી.
|
31 |
|
पुं. |
પ્રકાશ.
|
32 |
|
पुं. |
ફૂલ.
|
33 |
|
पुं. |
બકરો.
|
34 |
|
पुं. |
ભમરો.
ઉપયોગ
મધુકર મધુલિહ મધુપ અલિ અલિની શિલીમુખ ભૃંગ, ચંચરીક શેલંબ હરિ કીલાલય સારંગ. – પિંગળલઘુકોષ
|
35 |
|
पुं. |
મેઘ.
ઉપયોગ
સુગંધો યે ભૂમિની સૂંઘતા મીઠી ભારે વનોમાં; સારંગો ત્યાં તુજ સુચવશે માર્ગ વારી સીચતાં. – મેઘદૂત
|
36 |
|
पुं. |
મોથ.
|
37 |
|
पुं. |
મોર.
|
38 |
|
पुं. |
રત્ન.
|
39 |
|
पुं. |
રાજહંસ.
|
40 |
|
पुं. |
રાત.
|
41 |
|
पुं. |
વસ્ત્ર.
|
42 |
|
पुं. |
વાઘ.
|
43 |
|
पुं. |
શંખ.
|
44 |
|
पुं. |
શિવના હજાર માંહેનું એક નામ.
|
45 |
|
पुं. |
શ્રીકૃષ્ણ કે વિષ્ણુનું ધનુષ્ય; શાંર્ગ.
|
46 |
|
पुं. |
( વહાણવટું ) સરંગ એટલે વહાણના કપ્તાનનો મદદનીશ.
|
47 |
|
पुं. |
સારંગી.
|
48 |
|
पुं. |
સિંહ.
ઉપયોગ
કો જગતમહર કો અચલ કો હણી ભ્રખે કુરંગ; કો ધનયાચક કે અમીત સમજી લ્યો સારંગ. – કાવ્યશાસ્ત્ર
|
49 |
|
पुं. |
સૂર્ય.
|
50 |
|
पुं. |
સોનું.
|
51 |
|
पुं. |
( સંગીત ) હનુમંત મત પ્રમાણે મેઘ રાગના આઠ માંહેનો એક પુત્ર. તેની જાતિ ઓડવ છે, એટલે ખરજ રિખવ તીવ્ર, મધ્યમ કોમળ, પંચમ અને નિખાદ તીવ્ર કોમળ બંને એ પ્રમાણે પાંચ સ્વર આવે છે. ગાંધાર અને ધૈવત વર્જ્ય છે. ખરજ અથવા રીખવ ગ્રહ સ્વર છે. પંચમ અથવા નિખાદ ન્યાસ સ્વર છે. મધ્યમ વાદી સ્વર છે. કોઈ સંપૂર્ણ માને છે. તેમાં ધૈવત સહકારી અને ગાંધાર કોમળ લે છે. આ રાગ દેવગીરી મલ્હાર અને નટથી મિશ્ર છે. કોઈ મારવા અને મલ્હારથી મિશ્ર કહે છે. ગાવાનો સમય મધ્યાહ્ન કાળ છે. આ રાગની ઘણી જાતી છે: શુદ્ધ, બિંદ્રાબની, બડહંસ, સાવંત, ધુળીયા, ગૌડ, મદમાદ, ગુબરહારા, સોરઠી, બહારી, સૂર અને બૂર.
|
52 |
|
पुं. |
હંસ.
|
53 |
|
पुं. |
હાથ.
|
54 |
|
पुं. |
હાથી; ગજ.
|
55 |
|
पुं. |
હીરો.
|
56 |
|
पुं. ; न. |
ધનુષ્ય; ચાપ; કામઠું.
|
57 |
|
पुं. ; न. |
મૃગ; હરણ; કુરંગ.
|
58 |
|
स्त्री. |
એક જાતની માખી; મોટા માથાવાળી પીળા રંગની એક મધમાખી; આઘા.
|
59 |
|
वि. |
કાબરચીતરા રંગવાળું.
|
60 |
|
वि. |
તરેહ તરેહનું; રંગબેરંગી.
|