1 |
[ સં. સિંહ + આસન ] |
पुं. |
અર્હંતના છેતાળીસ માંહેનો એક ગુણ. આ ગુણો આ પ્રમાણે છે: જન્મના ૧૦ અતિશય: (૧) મલમૂત્ર રહિત શરીર, (૨) પરસેવો ન થવો, (૩) સફેદ લોહી, (૪) વજ્રઋષભનારાચ સંહનન, (૫) સમચતુસ્ત્ર સંસ્થાન, (૬) અદ્ભુત રૂપ, (૭) અતિ સુગંધ, (૮) ૧૦૦૮ લક્ષણ, (૯) અતુલ બળ અને (૧૦ ) પ્રિય વચન. કેવળજ્ઞાનના ૧૦ અતિશય: (૧) ઉન્મેષ રહિત નેત્ર, (૨) નખ અને વાળનું ન વધવું, (૩) ભોજનનો અભાવ, (૪) વૃ્દ્ધ ન થવું, (૫) છાયા ન પડવી, (૬) ચૌમુખ દેખાવું, (૭) સો જોજન સુધી સુભિક્ષ, (૮) ઉપસર્ગ અથવા દુ:ખ ન થવું, (૯) આકાશ ગગન અને (૧૦) સમસ્ત વિદ્યામાં નિપુણતા. દેવકૃત ૧૪ અતિશય: (૧) ભગવાનની અર્ધ માગધી ભાષા ખરવી, (૨) જીવોમાં મિત્રતા, (૩) બધી ઋતુનાં ફળફૂલ ફળવાં, (૪) પૃથ્વી દર્પણસમ થવી, (૫) સુખદાયક પવન ચાલવો, (૬) સુખપ્રદ વિહાર થવો, (૭) પૃથ્વી કાંકરા પથ્થર વગરની થવી, (૮) સુવર્ણ કમલ રચના, (૯) પૃથ્વી ધાન્ય પૂર્ણ થવી, (૧૦) આકાશ નિર્મળ, (૧૧) દિશાઓ નિર્મળ, (૧૨) જયઘોષ, (૧૩) ધર્મચક્રનું ચાલવું અને (૧૪) સુગંધિત જળની વર્ષા. પ્રાતિહાર્ય ૮:-અર્હંતના સમવસરણમાં આઠ પ્રાતિહાર્ય હોય છે: (૧) અશોકવૃક્ષ, (૨) સિંહાસન, (૩) ત્રણ છત્ર, (૪) ભામંડળ, (૫) દિવ્ય ધ્વનિ, (૬) પુષ્પવૃષ્ટિ, (૭) ચમર ચોસઠ અને (૮) દુંદુભિ વાજાં વાગવાં. અનંત ચતુષ્ટ્ય: (૧) અનંતજ્ઞાન; (૨) અંનંતદર્શન, (૩) અનંતસુખ અને (૪) અનંતવીર્ય.
|
2 |
|
न. |
(યોગ ) યોગનાં ચોરાશી માંહેનું એક આસન. વૃષણની નીચેની જે ધોરી નસદ્વારા વીર્ય પ્રયાણ કરે છે તે સીવની કહેવાય છે. તે સીવનીની ડાબી બાજુએ જમણા પગનું ગુલ્ફ મૂકવું અને તેની નીચેથી ડાબા પગના ગુલ્ફને લઈને જમણી બાજુએ મૂકવું અને તે રીતે બેસવું. ઢીંચણો આસન સરસાં રાખીને તેના ઉપર હાથ મૂકીને આંગળીઓને ચતી પ્રસારવી. ટટ્ટાર બેસીને નાસાગ્રનું નિરીક્ષણ કરવું એ સિંહાસન છે. આ સિંહાસન કરતી વખતે કોઈ કોઈ સ્થાને એવું કહ્યું છે કે, જીભને મૂળમાંથી બને તેટલી બહાર કાઢવી અને તે જીભના અગ્રને જોઈ રહેવું, એ પણ સિંહાસનનો એક પ્રકાર છે. સિંહાસનનો અન્ય પ્રકાર સીવનીની જમણી બાજુએ પ્રથમ ડાબા ગુલ્ફને મૂકી તેની નીચેથી જમણા ગુલ્ફને લઈ જઈને ડાબી બાજુએ મૂકીને ઉપર પ્રમાણે કરવું. કામવાસના ઉપર કેટલેક અંશે આ આસનથી અંકુશ રહે છે. ઝેર તથા રોગને તે નિવારે છે. આ આસન વધારેમાં વધારે ત્રણ મિનિટ કરવું. એક મિનિટમાં લગભગ બાર વખત જીભ અંદર લેવી તથા બહાર કાઢવી. જાલંધરબંધ, જિહ્વાબંધ અને મૂળબંધ વગેરેને સાધ્ય કરવું આ આસનથી સરળ બને છે. ગળાનાં સ્નાયુઓને મજબૂત બનાવે છે તથા થાઈરોડ ગ્રંથિઓ તંદુરસ્ત બને છે તેમ જ લાળની ગ્રંથિઓને લાભ થાય છે. શ્રવણેંદ્રિયની બહેરાશ પણ દૂર થાય છે.
|