न.
[ સં. ]
સંયુક્તતા; એકતાનતા; ` કોહીરન્સ `શ્રી કનૈયાલાલ મુનશી લખે છે કે, બે અંકમાં સામાજિક તંદુરસ્તીનાં બે મૂળતત્ત્વો શક્તિ ને સ્વાંતત્ર્ય પર કૈંક વિવેચન કર્યું; હવે ત્રીજું લક્ષમાં લઈશું. તેને ` સુદૃઢ ઐક્ય કે એકતાનતા કહીશું તો ચાલશે. અંગ્રેજીમાં એને “કોહીરન્સ ” ( Coherence ) કહે છે. સશક્ત શરીરમાં છે. સશક્ત શરીરમાં અવયવોનો એકમેક પર એવો આશ્રય હોય છે, બધી નસેનસ એવા ઐક્યથી પ્રેરિત હોય છે કે શરીરમાં ગમે ત્યાં કૈં પણ થાય તો આખું શરીર એકે અવાજે પોકારે છે. તેવી જ રીતે જીવંત સમાજમાં એવું લક્ષણ હોય છે કે, તેમાંના ગમે તેના પર કૈં દુ:ખ આવે, કોઈને કૈં પણ વિટંબના નડે તો આખો સમાજ એક વ્યક્તિ તરીકે એકે પ્રયત્ને તેનો રસ્તો લેવા મંડી જાય. આપણે હાલ ચાલતી લડાઈમાં જોયું કે અંગ્રેજી પ્રજા ગમે તેટલા જુદા મતમતાંતરથી આમ તેમ તણાતી હતી પણ જ્યાં સ્વદેશને ડરવાનું કારણ મળ્યું કે બીજી પળે વિરોધનો નાશ થયો, મતમતાંતરો અદૃશ્ય થયા અને આખી અંગ્રેજ પ્રજા એક વ્યક્તિની સુદૃઢતાથી જર્મની સામે થઈ. આ જુસ્સાનું નામ
` કોહીરન્સ ` અથવા ` સુદૃઢ ઐક્ય ` કે એકતાનતા.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.