न.
[ અં. ]
અંગ્રેજી કાવ્યનો એક પ્રકાર; ચૌદ લીટીનો એક કાવ્ય પ્રકાર. ગુજરાતી સાહિત્યમાં સોનેટનો પ્રારંભ ૧૮૮૮માં સૌથી પહેલો બળવંતરાય ઠાકોરે ભણકારમાં કરેલો. ત્યાર પછી ૧૯૨૨માં ચંદ્રવદન મહેતાએ કાવ્યના ભીષ્મ પિતામહ શ્રી બ. ક. ઠાકોરનું અનુકરણ કરી ઈલા કાવ્યો લખ્યાં અને પૃથ્વી વૃત્તથી સોનેટો લખવાનો એક ચીલો પાડ્યો. ત્યાર પછી આ છંદ એટલો કવિપ્રિય થઈ ગયો કે હરકોઈ કવિયશપ્રાર્થી સોનેટમાં કાવ્ય લખવા માંડ્યો. આમ તો સોનેટ એક પ્રકારનું ઊર્મિકાવ્ય છે. તેમાં ૧૪ પંકિતઓ હોય છે અને એક જ વિચાર ભાવનું આલેખન થયેલું હોય છે. આ સોનેટ રચનાના બે પ્રકાર હોય છે. પેટ્રાર્કશાઈ અને શેક્સપીઅરશાઈ. તેમાં વળી કોઈ મિલ્ટનશાઈનો ત્રીજો પ્રકાર ઉમેરે છે. પહેલા પ્રકારમાં અષ્ટક અને ષષ્ટક એમ ૧૪ પંક્તિઓ બને છે. આઠ લીટી પૂરી થતાં એક વિચાર પૂરો થઈ પરિવર્તન શરૂ થાય છે. બીજા પ્રકારમાં ચાર પંક્તિની ત્રણ કડીઓ હોય છે. બાર લીટીઓ પછી છેલ્લી બે લીટીઓમાં ભાવની પરિસીમા આવે છે અને તે કળશ ચડાવે છે. આ લીટીઓને અંગ્રેજી `ક્રાઉનિંગ કપ્લેટ` કહે છે. અંગ્રજી સાહિત્યમાં અંત્યયમક આવશ્યક ગણ્યો છે. આપણા કવિઓ તેને આવશ્યક ગણતા નથી. એક મત એવો છે કે શેક્સ્પીઅર પ્રકારના સોનેટમાં તે અનિવાર્ય ગણવો જોઈએ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.