| 3 |
|
पुं. |
પરસેવો; પસીનો; રોમક્પથી નીકળતું જળ. શરીરે પરસેવો છૂટે છે તેને સ્વેદ કહે છે. મનસ્તાપ, હર્ષ, લજ્જા, ક્રોધ, ભય, શ્રમ, પીડા, આઘાતજન્ય મૂર્ચ્છા ઇત્યાદિક વિભાવથી શરીરે સ્વેદ થાય છે.
ઉપયોગ
ભાલે સ્વેદ તણા ઝીણા જળકણો લૂછાય છે પીયળે. – અમરુશતક
|
| 5 |
[ સં. સ્વિદ્ ] |
पुं. |
( વૈઘક ) શરીરમાંથી પરસેવો કાઢવા માટે શરીરને ગરમી આપવા કરવામાં આવતો ભીનો કે સૂકો શેક. પસીનો લાવવાની દરેક ક્રિયાને સ્વેદ કહી શકાય. જેમકે, ગરમી, શેક, તડકે બેસવું, કસરત વગેરે સ્વેદનો રૂઢ અર્થ શેક કરવો એમ થાય છે. તેના મુખ્ય ચાર પ્રકાર ગણાય છેઃ ૧. તાપ સ્વેદ, ૨. ઉપનાહ સ્વેદ, ૩. દ્રવ સ્વેદ અને ૪. બાષ્પ સ્વેદ. ગરમ રેતીથી, મીઠું વગેરેની પોટલીથી, હાથથી, વાસણથી, કાપડાંના ગોટાથી અપાય તે તાપસ્વેદ; અમ્લ, લવણ અને સ્નેહયુક્ત ગરમ અને વાતહર દ્રવ્યોની પોટીસથી અપાય તે ઉપનાહ સ્વેદ; ગરમ દૂધ પાણી કે વાહતર દ્રવ્યોનો કવાથ વડે ઝારવું કે તેમાં બેસવું તે દ્રવ સ્વેદ; પથ્થર કે લોખંડ વગેરે તપાવી તેના ઉપર વાતહર દ્રવ્યોના કવાથ કે સ્નેહ છાંટીને કે બીજી રીતે આવાં દ્રવ્યોની વરાળ લેવી તેને બાષ્પ સ્વેદ કહે છે. આયુર્વેદમાં ચિકિત્સાનાં પંચકર્મોમાં સ્વેદવિધિને અગત્યનું સ્થાન અપાયેલ છે. ચરકમાં સૂત્રસ્થાનનો ચૌદમો અધ્યાય સ્વેદાધ્યાય છે. તેમાં વાતકફાત્મક સ્વેદસાધ્ય રોગો યથાવત્ પ્રયોજેલા સ્વેદથી મટે છે એમ આરંભમાં કહી સ્વેદના પ્રકાર વર્ણવ્યા છે. ક્યારે, રોગની કઈ સ્થિતિમાં તેમ જ કઈ ઋતુમાં અને કેવી પ્રકૃતિને કયો સ્વેદ કેટલો આપવો વગેરે સવિસ્તર સૂચનાઓ એમાં છે. ચરકે સંકર, પ્રસ્તર, નાડી, પરિષેક, અવગાહન, જેન્તાક, અશ્મઘન, કર્ષ, કુટી ભૂમિ, કુંભિકા, કૂપ અને હોલાક એ રીતે તેર પ્રકારના સ્વેદ ગણાવ્યા છે અને દરેકનું જુદું જુદું વર્ણન કર્યું છે. સુશ્રુતે સ્વેદનું વર્ગીકરણ જરા જુદી જુદી રીતે કર્યું છે. તે કહે છે કે, સ્વેદ ચાર પ્રકારનો છેઃ તાપસ્વેદ, ઉષ્મસ્વેદ, ઉપનાહસ્વેદ અને દ્રવ્યસ્વેદ. આમાંથી દરેકના પાછા પેટાભેદ પણ ગણાવાયા છે.
|