સ્‍તન

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

કુચ; પયોધર; જેની અંદર બચ્‍ચાં માટેનું દૂધ ઉત્‍પન્ન થાય છે તે માદાઓનો માંસપિંડ; થાન; ધાઇ; છાતી ઉપર રહેલ દૂધ બનાવનારી ગ્રંથિઓનો સમૂહ. તેઓનો પ્રજનન યંત્રો સાથે ગાઢ સંબંધ હોય છે. સ્‍તનો પુરુષ શરીરમાં તેમ જ સ્ત્રીશરીરમાં હોય છે. પુરુષ શરીરમાં તેમનું અસ્તિત્ત્વ માત્ર નામ પૂરતું જ છે. જયારે સ્‍ત્રીશરીરમાં તે બાલકને પોષણ આપવાનું ઉમદા કામ કરે છે. સ્‍તનોનાં વજન તેમ જ આકારમાં ઉમ્‍મરની અસર છે. તેમ જ જુદી જુદી વ્‍યકિતઓમાં તેમનાં કદ અને વજનમાં ફરક નજરે પડે છે. દાખલા તરીકે, બાલ્‍યાવસ્‍થામાં સ્‍ત્રી કે પુરુષના સ્‍તનોનાં ખાસ ફરક પડતો નથી. કિશોરાવસ્‍થામાં સ્‍ત્રીનાં સ્‍તનો વધવા માંડે છે. યૌવન આવતાં તેઓ પુષ્‍ટ થઇ બીલાંના અર્ધભાગ જેવાં, અર્ધગોળાકાર થઇ જાય છે. આ વૃદ્ધિનું કારણ સ્‍ત્રીઓનાં પ્રજનન અવયવોનો વિકાસ છે. સ્‍ત્રી સગર્ભા થાય છે ત્‍યારે સ્‍તન એકદમ મોટાં થાય છે. તેમની અંદર રહેલી દૂધ બનાવનારી ગ્રંથિઓ એકદમ સચેત થઇ કામે લાગે છે અને બાળકના પ્રસવ પછી ધાવણના ભરાવાને લીધે તેઓનું કદ મોટામાં મોટું નજરે પડે છે. વૃધ્ધાવસ્‍થામાં તેઓ સુકાતાં જાય છે અને અંદરની ચરબીનું પ્રમાણ ઘટતાં ચામડીના લોચારૂપે રહે છે. સ્‍તનના મધ્‍યભાગમાં શંકુ આકારની ડીંટડી હોય છે. સૂક્ષ્‍મદૃષ્ટિએ જોતાં તેમાં દૂધ વહી લાવનારી નળીઓનાં મુખ તથા તેમને સાથે રાખનાર સૂક્ષ્‍મસ્‍નાયુ સૂત્રો તથા સ્‍વતંત્ર માંસપેશીઓના તંતુઓ માલૂમ પડે છે. ડીંટડીનો રંગ સ્‍વાભાવિક રીતે તાંબાના જેવો કે ઘેરો લાલ હોય છે. તેની આસપાસ એ જ રંગનું એક મંડલ હોય છે. પરંતુ સ્‍ત્રી ગર્ભવતી થતાં જ, બીજા મહિનામાં આ જગાએ રંગમાં ફેર પડે છે. તેટલી જગ્‍યા હમેશને માટે કાળી થઇ જાય છે. બાળકને ધાવણ છોડાવ્‍યા પછી આ ભાગની કાળાશ ઘટે છે. પરંતુ એક વાર ગર્ભ રહ્યા પછી અસલનો ગુલાબી રંગ પાછો આવતો નથી. સ્‍તન અને જનનેંદ્રિયને નિકટનો સંબંધ હોવાથી અને સ્‍તનની ઉદ્દીપનશીલતાને લીધે તેને આનુષંગિક ઇંદ્રિય ગણવામાં આવે છે. ફકત સ્‍ત્રીઓમાં જ સ્‍તનની પૂર્ણ ખિલવણી થાય છે. પુરુષોમાં સ્‍તન માત્ર નામનાં જ હોય છે. ઘણું કરીને સ્‍તન ત્રીજી કે સાતમી પાંસળીની વચ્‍ચે હોય છે. પણ આ સ્‍થાન તેની નીચે કે ઉપર પણ હોઇ શકે છે. ઉમ્‍મરને લીધે અને જેમ જેમ સંતતિ થાય છે તેમ તેમ સ્‍તનનો માંસનો ભાગ ઢીલો થાય છે. સ્‍તનનો આકાર ઘણું કરીને અર્ધ ગોળાકાર હોઇ તેની વચ્‍ચે એક ભાગ ઊંચો આગળ આવેલો હોય છે. બાળકને ધવડાવવાના અરસામાં સ્‍તનનો આકાર હમેશ કરતાં લગભગ બમણો થાય છે. સ્‍તનનો વિસ્‍તાર બંને બાજુએ બગલ સુધી હોય છે. પણ છાતીની વચલી રેષા સુધી તે પહોંચતો નથી. સ્‍તનની ચામડી વિશેષ સુંવાળી હોય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects