1 |
|
पुं. |
એક હાથનું માપ; આર્ય ગણનાનો એક પ્રકાર; ચોવીશ આંગળનું એક માપ. ચોવીસ આંગળ લાંબી ધાતુ અગર લાકડાની પટીનો હાથ બનાવવામાં આવે છે. તે પટી ઉપર દર આઠ આંગળને આંતરે ફૂલ જેવો આકાર કરવામાં આવે છે. શિલ્પશાસ્ત્ર પ્રમાણે તેમાં પહેલાં ફૂલ સુધી બ્રહ્મા, બીજા ફૂલ સુધી વિષ્ણુ અને ત્રીજા ફૂલ સુધી રુદ્રની હદ મનાય છે. દરેક આંગળે આ પ્રમાણે દેવ આલેખાયેલા કહેવાય છે. (૧) ઈશ, (૨) મરુત, (૩) વિશ્વદેવ, (૪) વહ્નિ, (૫) વિધિ, (૬) સૂર્ય, (૭) રુદ્ર, (૮) યમ, (૯) વૈરુપ, (૧૦) વસુ, (૧૧) અષ્ટદંતી, (૧૨) વરુણ, (૧૩) ષડાનન, (૧૪) ઇચ્છા, (૧૫) ક્રિયા, (૧૬) જ્ઞાન, (૧૭) કુબેર, (૧૮) ચંદ્ર, (૧૯) જય, (૨૦) વાસુદેવ, (૨૧) બલભદ્ર, (૨૨) મદન અને (૨૩) વિષ્ણુ. તેનું કોષ્ટક આ પ્રમાણે છે:
૧૨ આંગળ = ૧ વિતસ્ત
૨ વિતસ્ત = ૧ હસ્ત
૫ હસ્ત = ૧ દંડ.
|
9 |
|
न. |
( જ્યોતિષ ) અઠાવીશ માંહેનું તેરમું નક્ષત્ર તે નક્ષત્રના સ્વામીનું નામ સૂર્ય છે. તેના પાયાના અક્ષર પુ, ષ, ણ, ઠ છે. તેને ખેડૂત લોકો હાથિયો કહે છે. તેમાં પાંચ તારા છે. તેના ભારતીય તથા યરપિયન નામ આ પ્રમાણે છે: (૧) કનિષ્ઠિકા : આલ્ફા કાવ્હર્સ, (૨) અનામિકા : એપરિલાન કાવ્હર્સ, (૩) મધ્યમા : યામા કાવ્હર્સ, (૪) તર્જની : ડેલ્ડા કાવ્હર્સ, (૫) અંગૂષ્ઠ : બીટા કાવ્હર્સ. હાથની પાંચે ય આંગળીઓને ચૂનો વગેરે લગાવી ભીંત ઉપર છાપો માર્યો હોય ને તે જેવો દેખાય તેવી જ આકૃતિ આ હસ્ત નક્ષત્રની છે. તે જૂન માસમાં સંધ્યાકાળે મધ્યાહૃવૃત્ત ઉપર આવે છે. આ નક્ષત્ર તારીક ૨૬ સપ્ટેંબર લગભગથી તે ૧૦ ઓટક્ટોબર સુધીનું હોય છે. તે નક્ષત્રને માટે ભડલીનાં કેટલાંક વચનો આ પ્રમાણે છે:
ઉત્તર હસ્ત દક્ષિણ ચિત્ર,
પૂર્વ રોહણી સુણ હો મિત્ર;
પશ્ચિમ શ્રવણ ગમન નવ ચર્ણ,
હરિહર બ્રહ્મ પુરંધર મર્ણ.
પાંડવ ઉત્તર ગયા વનપાળ,
પૂર્વે બળિ ચાંપ્યો પાતાળ.
દક્ષિણ હરી રાવણ સીતા જ,
પશ્ચિમથી અગસ્ત ન આવ્યા જ. વળી એમ પણ કહેવાય છે કે, જો હસ્ત નક્ષત્ર એટલે કે હાથિયો સૂંઢ ફેરવે છે તો `જો વરસે હસ્ત તો પાકે નવ ( નવી ) વસ્ત` એ ઉક્તિ પ્રમાણે બધી વસ્તુઓ પાકે છે.
|