पुं.
એક જાતનું ઝાડ; દીવતાડ. તે ૨૦ થી ૪૦ ફૂટ ઊંચું થાય છે. આ ઝાડને બબ્બે ફાંટાઓવાળી શાખાઓ નીકળેલી હોય છે. તેનાં પાન તાડનાં પાન જેવાં પણ નાનાં, પહોળાં, અને પંખા ઘાટનાં હોય છે. તેની ડીટડીની કોર ઉપર વાઘનખ જેવા મજબૂત કાંટા હોય છે. તેમાં નર અને માદા ફૂલ જુદાં જુદાં આવે છે. તેમાં રાતાં રંગનાં ફળ થાય છે. તેની છાલ પોચી અને બટકણી હોય છે. તેમાં ખજૂર જેવો માદક ગર હોય છે. તેનાં ફળ તાડિયાં કહેવાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં