પું○
ભારતીય આર્ય વર્ણમાળાનો અસ્પર્શ મહાપ્રાણ કંઠ્ય વર્ણ. (નોંધ: એ જ્યારે સંયુક્ત વ્યંજનનો પૂર્વ વ્યંજન હોય છે ત્યારે એ છાતીમાંથી ઊઠતો હોઈ એને ‘ઔરસ્ય’ કહ્યો છે: ‘જિહ્વા’ ‘બ્રહ્મ’. પાલિ, પ્રાકૃત, અપભ્રંશ ભૂમિકામાં એ માટે ભાગે સંયુક્ત વ્યંજનોમાં પછીના વર્ણ તરીકે લખાયો છે ત્યાં એ શુદ્ધ ‘કંઠ્ય’ અનુભવાય છે. ગુજરાતી મરાઠી હિંદી વગેરે ભાષાઓમાં ચોક્કસ પ્રકારનું મહાપ્રાણિત ઉચ્ચારણ આ ‘હ’માંથી વિકસ્યું છે તેને ન.ભો. દિવેટિયા જેવાએ ‘હશ્રુતિ’ કહ્યું છે, તો એ ‘લઘુપ્રયત્ન હ’ તરીકે પણ કહેવાયો છે. યુરોપની ભાષાઓમાં પણ આવું પ્રવાહી મહાપ્રાણ ઉચ્ચારણ છે કે જેને ‘મર્મર’ કહે છે. ત્યાં ત્યાં હકીકતે સ્વરનું ઉચ્ચારણ જ મહાપ્રાણિત હોય છે. એ રીતે ‘વહાલ’ ‘વહેલું’ ‘નહેર’ ‘શહેર’ ‘મોહ્યું’ ‘કહ્યું’ વગેરેમાં ‘વા:લ’ ‘વૅ:લું’ ‘નૅ:ર’ ‘શૅ:ર’ ‘મો:યું’ ‘ક:યું’ એ રીતે પૂર્વ સ્વર મહાપ્રાણિત છે, જે વ્યક્ત કરવા આ કોશમાં શબ્દોની બાજુ ઉચ્ચારણ બતાવવા કૌંશમાંની જોડણીમાં: વિસર્ગ ચિહ્ન લખ્યું છે. એ સર્વથા પૂર્ણ ‘હ’ તો નથી, લઘુપ્રયત્ન ‘હ’ વ્યંજન પણ નથી, ‘મર્મર’ જ છે, સ્વરધર્મ જ છે, ભલે લેખનમાં ‘હ’ બતાવતા હોઇયે.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ