વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

ભારતીય વર્ણમાળાનો પહેલો સ્વર. (૨) પૂર્વગ. નકારાર્થે:એ છ પ્રકારે વ્યકત થાય છે: [૧] સાદૃશ્ય એટલે સમાનતા: અબ્રાહ્મણ=બ્રાહ્મણ સિવાય અન્ય વર્ણનું, પણ બ્રાહ્મણ જેવું જનોઈવાળું; [૨] અભાવ: અફળ=ફળ રહિત; [૩] અન્યત્વ એટલે ભિન્નતા: અઘટ=ઘટથી ભિન્ન પટ વગેરે; [૪] અલ્પતા: અબુદ્ધ=ઓછી સમજવાળું; [૫] નિંદિતપણું: અધન=ખરાબ ધન; [૬] વિરોધ: અધર્મ=ધર્મથી વિરુદ્ધ આચરણ. (૩) પું○ ગુજરાતી વર્ણમાળાનો પહેલો સ્વર, એ ગુણાત્મક સ્વરિત વિવૃત ‘અ’ અને સાદા અસ્વરિત સંવૃત ‘અ’ ઉચ્ચારણો લેખનમાં બતાવવા એકલો યા વ્યંજનમાં અંતર્ગત થયેલો પ્રયોજાય છે; કોઈ પણ સ્વરિત શ્રુતિ પછીની શ્રુતિમાં લખવામાં આવતો વ્યંજનાંતર્ગત ‘અ’ ઉચ્ચારણની દૃષ્ટિએ અભાવાત્મક અનુભવાય છે, જેને કમળાશંકર પ્રા. ત્રિવેદીએ ‘શાંત’, કેશવ હર્ષદ ધ્રુવે ‘દ્રુત’ અને નરસિંહરાવ દિવેટિયાએ ‘લઘુપ્રયત્ન’ કહેલ; ‘કાર્ય’, ‘હિંસ્ત્ર’, ‘પ્રશ્ન’ જેવા અનેક તત્સમ શબ્દોમાં સ્વરિત શ્રુતિ પછી સંયુક્ત વ્યંજનોમાંનો ‘અ’ શ્રાવ્ય છે અને એ અસ્વરિત સંવૃત ઉચ્ચરિત થાય છે. (૪) પૂર્વગ. નકારાર્થે: અજાણ્યું=જાણવામાં ન આવેલું; અયોગ્યાર્થે: અખાજ=ખાવા માટે યોગ્ય નહિ તેવું. (૫) પૂર્વગ. અતિશયના અર્થનો ગુજરાતી પૂર્વગ : અલોપ=અત્યંત લોપ, અભાવ; અઘોર=અત્યંત ઘોર, ભયાનક (જેનાંથી વધુ ઘોર નથી તેવું નઞ બ.વ્રી.)

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects