पुं.
[ સં. અભયા ( હરડે ) + આદિ ( વગેરે ) + મોદક ( લાડુ ) ]
( વૈદક ) હરડે, મરી, સૂંઠ, વાવડિંગ, આમળાં, પીપર, પીપરીમૂળ, તજ, તમાલપત્ર અને મોથ એ બધાં સરખે ભાગે લઈ તેમાં ત્રણગણો શુદ્ધ નેપાળો, આઠગણું નસોતર અને છગણી સાકર નાખી બધાંનો ભૂકો કરી મધ સાથે અકેક તોલાની વાળેલી લાડુડી. સવારમાં વહેલાં અકેક લાડુડી ખાવી, અને ઉપર ટાઢું પાણી પીવું. જ્યાંસુધી ઊનું પાણી અને ઊનો ખોરાક લેવામાં ન આવે ત્યાંસુધી રેચ લાગ્યા કરે. આ પ્રયોગ ઉપર પરેજની જરૂર નથી. સખત તાવ, પાચનશક્તિની નબળાઈ, પાંડુરોગ, ઉધરસ, ભગંદર, પડખાંની પીડા, પીઠ તેમ જ સાથળનાં દરદ તેથી મટે અને સફેદ વાળ કાળા થાય એમ મનાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ