पुं.
[ અર્જુન ( ધોળું ) + સાજડ ( એક જાતનું ઝાડ ) ]
કોંકણમાં થતું એક જાતનું ઝાડ; ધોળો સાજડ. તે ઝાડ એનના ઝાડ જેવું થાય છે, અને તે તુરૂં, મધુર, શીતળ, સુંદરતા અને બળ આપનાર, લઘુ એટલે હલકું, વ્રણ મટાડનારૂં, તેમ જ અસ્થિભંગ એટલે હાડકાંનું ભાંગવું, સંધિભંગ એટલે સાંધાનું ભાંગવું, કફ, પિત્ત, થાક, તરશ, બળતરા, પરમો, વાયુ, હૃદયરોગ, પાંડુરોગ, ઝેરની અસર, જખમનો સડો, ચરબીનો વધારો, રક્તદોષ, ઘામ, દમ, જખમ અને ભસ્મક રોગ એટલે ગમે તેટલું ખાવા છતાં તે ખાધેલું પાચન ન થતાં ભસ્મ થઈ જાય અને અગ્નિ હમેશાં સતેજ રહે તે રોગ મટાડનારૂં કહેવાય છે. દવામાં તેની અંતરછાલનો ઉપયોગ થાય છે. તેનાં પાન શુમારે પાંચ આંગળ પહોળાં અને વેંતભર લાંબાં, ફૂલ સફેદ અને છાલ અંદરથી તથા બહારથી ધોળી હોય છે. એનાં લાકડાં ઇમારતી કામમાં વપરાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.