न.
[ સં.અવયવ ( ભાગ ) + ત્રય ( ત્રણ ) ]
( વેદાંત ) અનુમાનમાં પ્રતિજ્ઞા, હેતુ અને ઉદાહરણ એ ત્રણ અવયવને, અથવા ઉદારહણ, ઉપનય અને નિગમન એ ત્રણ અવયવને અવયવત્રય કહે છે. જેમકે, પર્વત અગ્નિવાળો છે ( પ્રતિજ્ઞા ); ધૂમથી ( હેતુ ); રસોડું અગ્નિવ્યાપ્ય ધૂમવાળું છે ( ઉદાહરણ ); તેવો જ અગ્નિવ્યાપ્ય ધૂમવાળો આ પર્વત છે ( ઉપનય ); માટે પર્વત પણ અગ્નિવાળો છે ( નિગમન ). મીમાંસકો અને વેદાંતીઓ નૈયાયિકોના પાંચ અવયવને બદલે માત્ર ત્રણ અવયવ માને છે. પૂર્વમીમાંસાભાસ્કર શબર સ્વામી ઉદાહરણ, ઉપનય અને નિગમન એ ત્રણ અને કુમારિલભટ્ટ પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ એ ત્રણ સ્વીકારે છે. એરિસ્ટોટલ પણ શબર સ્વામીની પેઠે ન્યાયના ત્રણ અવયવ ઉદાહરણ, ઉપનય અને નિગમન સ્વીકારે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં