पुं.
[ સં. અશોક ( એક રાજા ) + લેખ ( લખાણ ) ]
અશોક રાજાએ કોતરાવેલો લેખ. હિંસા ન કરવી, જલસા કે મિજલસ ન કરવાં, માતાપિતા પ્રત્યે નમ્રતા રાખવી, ભાઈબંધ, સગાંસંબંધી, ભિક્ષુક અને બ્રાહ્મણ પ્રત્યે ઉદારતા રાખવી, ચર્ચા અને ખર્ચ ઓછાં કરવાં, આત્મસંયમ, ચિત્તશુદ્ધિ, કૃતજ્ઞતા તથા શ્રદ્ધા રાખવાં, સર્વેને સમાન એટલે સરખાં ગણવાં, એવાં નીતિસૂત્રો તેમાં કોતરેલાં છે. ગિરનાર પર્વતની તળેટીમાં જૂનાગઢ શહેરની બહાર અશોકનો ઈ. સ. પૂર્વે ૨૫૦ની સાલનો એક લેખ છે. એ જ પથ્થર ઉપર ઈ. સ. ૧૫૧માં સૌરાષ્ટ્રના શાહ રાજા મહાક્ષત્રપ રૂદ્રદામે એક લેખ કોતરાવ્યો હતો. તેમાં તેણે દક્ષિણના રાજા શતકર્ણી ઉપર દિગ્વિજય કર્યા વિષે અને મગધના વિખ્યાત મૌર્યરાજા અશોકના બંધાવેલા પુલની દુરસ્તી કર્યા બાબત લખેલું છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.