1 |
[ સં. ] |
पुं. |
ગુજરાતી ભાષાના મૂળાક્ષરોમાંનો બીજો કંઠસ્થાની દીર્ધ સ્વર; સંસ્કૃત બારાખડીનો બીજો અક્ષર; `અ`નું લાંબુ રૂપ. તેની નિશાની `।` ગુજરાતીમાં કાનો કહેવાય છે. આપણા ચહેરાની બાજુએ આવેલ કાન માફક આ ચિહ્ન અક્ષરની એક બાજુએ લખાતું હોવાથી કાના શબ્દ સંસ્કૃત કર્ણ એટલે કાન ઉપરથી નીકળ્યો હશે. `આ`નું ચિહ્ન જૂના વખતમાં આડી લીટી હતું. જેમકે, અ. હાલ તે ગુજરાતીમાં ઊભી લીટી થયું છે. જેમકે, આ.
આ પછી અ કે આ આવે તો તે બંને મળીને આ, જો તેની પછી ઇ કે ઈ આવે તો એ, ઉ કે ઊ આવે તો ઓ, ઋ આવે તો અર્ અને જો ઓ કે ઔ આવે તો ઔ થાય. જેમકે, સેના + અધિપતિ = સેનાધિપતિ; દયા + આર્દ્ર = દયાર્દ્ર; મહા + ઈશ્વરી = મહેશ્વરી; શાળા + ઉપયોગી = શાળોપયોગી; મહા + ઋષિ = મહર્ષિ; મહા + ઐશ્વર્ય = મહૈશ્વર્ય; વન + ઔક્સ = વનૌક્સ્.
|
2 |
|
पुं. |
( જરથોસ્તી ) પારસીઓનાં ૨૧ નુમ્ક એટલે ધાર્મિક પુસ્તકો માંહેનુ એક. તેમાં પાપીને મળતી સજા, તથા માણસના નસીબ ઉપર સરદારી ભોગવતો તારાની અસર સંબંધી ખુલાસો આપેલ છે.
|
3 |
|
पुं. |
બ્રહ્મા; પિતામહ; વિધાતા.
|
4 |
|
पुं. |
મધ્ય અને ઉત્તર યરપમાં આવેલ નદી. યરપમાં આ નામની ૪૦ નદી છે.
|
5 |
|
पुं. |
મહાદેવ; શિવ.
|
6 |
[ સં. અયમ્: પ્રા. અઅ: આઅ] |
स. |
પાસેની ચીજ બતાવવા માટે વપરાતુ દર્શક સર્વનામ.
|
7 |
|
वि. |
નજીકનું; પાસેનું.
રૂઢિપ્રયોગ
આ પાર કે પેલે પાર = કામ સિદ્ધ કરવું. નહિતર અંત લાવવો.
|
8 |
|
अ. |
અતિક્રમણ એટલે ઓળંગવાપણું બતાવનાર ઉપસર્ગ. જેમકે. આકાલિક એટલે મોસમ વીતી ગયેલું.
|
9 |
|
अ. |
અભ્યાસ એટલે વારંવાર કરવાપણું એવો અર્થ બતાવતો વ્યંજનથી શરૂ થતા શબ્દની પૂર્વે વપરાતો ઉપસર્ગ. ઉદાહરણ, આવૃત્તિ
|
10 |
|
अ. |
આજમનું બાંધી લીધેલ રૂપ. જેમકે આ. ખજાનચી.
|
11 |
|
अ. |
આનાનું ટૂંકું રૂપ. જેમકે, ૨૬ રૂ. ૬ આ. ૬ પા.
|
12 |
|
अ. |
`આરબી` શબ્દનું ટૂંકુ રૂપ.
|
13 |
|
अ. |
આવક શબ્દનું બાંધી લીધેલ રૂપ. જેમકે, આ. આં. = આવક આંક. આ રૂપ તુમારમાં વપરાય છે.
|
14 |
|
अ. |
( વ્યાકરણ ) આંક કે પાડો એવો અર્થ બતાવનારો પ્રત્યય. અંકને છેડે લાગતાં તે અંકનો પાડો એવો અર્થ બતાવે છે. જેમકે, એકા; અગિયારા.
|
15 |
|
अ. |
ઉપર એવો અર્થ બતાવનાર ઉપસર્ગ. આરોહ એટલે ઉપર ચડવાપણું.
|
16 |
|
अ. |
ઊલટું એવો અર્થ બતાવનાર ઉપસર્ગ. જેમકે, આગમન.
|
17 |
|
अ. |
ચારે તરફ; સર્વ બાજુથી. દાખલા તરીકે, આવર્ત.
|
18 |
|
अ. |
જરા; થોડું. જેમકે, આરક્ત.
|
19 |
|
अ. |
દયા, સ્મરણ, શોક, હકાર, તિરસ્કાર, ક્રોધ, દુ:ખ, વિસ્મય દર્શાવનાર ઉદ્ગાર.
|
20 |
|
अ. |
( વ્યાકરણ ) નરજાતિનો બહુવચનનો પ્રત્યય. જેમકે, હફ્તો-હફ્તો; દસ્તો-દસ્તા.
|
21 |
|
अ. |
નાનાપણું અથવા લઘુતાવાચક ફારસી પ્રત્યય. ઉદાહરણ, મુકદ્દમા.
|
22 |
|
अ. |
પાસે; તરફ. જેમકે, આકર્ષણ.
|
23 |
|
अ. |
પૂરેપૂરી રીતે એવો અર્થ બતાવતો ફારસી પ્રત્યય. દાખલા તરીકે, દાના.
|
24 |
|
अ. |
વિશેષ અથવા ઘણું એવા અર્થવાળો પૂર્વગ. દાખલા તરીકે, આગ્રહ; આક્રંદ.
|
25 |
|
अ. |
શરૂઆતથી એવો અર્થ બતાવનાર ઉપસર્ગ. જેમકે આજન્મ.
|
26 |
|
अ. |
સીમા, મર્યાદા, અવધિ, હદ એવો અર્થ બતાવતો પૂર્વગ. ઉદાહરણ, આબાલવૃદ્ધ; આકંઠ; આમરણ; આસમુદ્ર.
|
27 |
|
अ. |
( વ્યાકરણ ) સ્ત્રીલિંગનો પ્રત્યય. જેમકે, બાલનું બાલા; સુશીલનું સુશીલા.
|
28 |
|
अ. |
હકારના અર્થમાં વપરાતો અવ્યય.
|
29 |
|
अ. |
સૂર મેળવવા માટે અને તાન માટે ગવૈયાઓથી ઉથલાવી ઉથલાવીને કરાતો ઉચ્ચાર.
|