पुं.
[ સં. આગંતુક ( અચાનક આવેલું ) + જ્વર ( તાવ ) ]
( વૈદક ) બહારનાં કારણે શરીરને અસર કરી આવતો તાવ; શરીરના દોષના કારણોથી આવતો તાવ; ભૂતપ્રેતની બીક, વધુ પડતી મહેનત, વગેરે કારણથી અચાનક આવેતો તાવ. તેની જાતો: ૧. અભિઘાતજન્ય એટલે કાંઈ પણ વાગવાથી અથવા વીજળીમાં કે હિમ વગેરે ના આઘાતથી આવતો. ૨. અભિચારજન્ય એટલે કામણટુમણ વગેરેના પ્રયોગથી આવતો. ૩. અભિશાપજન્ય એટલે શાપથી આવતો. ૪. અભિષંગજન્ય માનસિક વિકાર જેવા કે કામ, ક્રોધ, ભય, શોકથી તેમજ ભૂત રાક્ષસ વગેરેના કારણથી આવતો . ૫. વિષપ્રયોગજન્ય એટલે ઝેરની અસરથી આવતો. ૬. ઔષધિગંધજન્ય એટલે કોઈ ઉગ્ર વાસવાળી વનસ્પતિની વાસને લીધે આવતો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.