पुं.
[ હિં. ]
પાંખવાળી ધોળી કીડી; ઊધઈ; ગરમ દેશમાં થતાં કીડી જેવાં એક જાતનાં જીવડાં. તેમાં એક કરતાં વધારે જાતના અલિંગી કાર્યકરોના મોટા અને અટપટા વર્ગો હોય. મોટા માથાવાળાં અલિંગી જંતુઓ સૈનિક કહેવાય. ઈંડા મૂકતા ફળદ્રુપ જીવને રાણી કહેવાય. રાણીનું પેટ ઈંડાંને લઈ ફૂલેલ હોય. અમુક ઋતુમાં પાંખાવાળા મરદ અને દરેક જાતના વર્ગનાં ઈંડાઓ અને તેની જુદી જુદી અવસ્થામાં તે માલૂમ પડે છે. તેમાંની કેટલીક જાત પોતાને રહેવા જમીન ઉપર રાફડા બાંધે છે. રાફડામાં ઘણા ખંડો અને વિશાળ પરસાળો હોય. સામાજિક વર્તનમાં તેઓ સામાન્ય કીડી જેવાં છે. પ્રાણીજ અને વનસ્પતિની ચીજો ઉપર તે જીવે છે. ખાસ કરીને તે ઇમારતી લાકડાં ખાય. ઇમારત અને લાકડાની બનેલ ચીજોને તે ઘણીવાર ખાઈ જઈ નુકસાન કરે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ