ઉંદરવિષજ્વર

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ઉંદુર ( ઉંદર ) + વિષ ( ઝેર ) + જ્વર ( તાવ ) ]

અર્થ :

ઝેરી ઉંદર કરડવાથી આવતો તાવ. ઉંદર કરડ્યો હોય ત્યાં સોજો આવી પાંચ દિવસે અને વધુમાં વધુ સાઠ દિવસે તાવ આવે. ત્રણ દિવસ સખ્ત ટાઢ સાથે તાવ આવે અને ખૂબ પરસેવો વળી તે ઊતરી જાય. તે પછી પાંચ છ દિવસ તાવ આવે નહિ. વળી પાછો પહેલાંની માફક તાવ શરૂ થાય. આ વખતે ચામડી ઉપર શીળસ જેવાં ઢીમણાં થઈ આવે. તે છાતી અને હાથ ઉપર ખાસ કરીને થાય. આ રોગ મટવો મુશ્કેલ મનાય છે. મરણ થતાં પહેલાં સન્નિપાત થાય. આ દરદથી મરણ પામેલ દરદીઓના શબને તપાસવાથી માલૂમ પડ્યું છે કે આ દરદથી લસિકાગ્રંથિઓ અને બરોળ બહુ ફૂલી જાય અને કાળજામાં લોહી ભરાવો ઘણો જણાય. આ દરદમાં કરડવાળા ભાગ ઉપર ઉંદરની લીંડીઔ પાણીમાં વાટી ચોપડાય અને અંકોલના મૂળની છાલ ચોખાના ધોવણ સાથે પીવા અપાય.

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects