पुं.
તાવમાં વપરાતી એક દવા. શોધેલ સીસું, કલાઈ અને પારો સરખે ભાગે લઈ લીંબુના રસમાં ઘૂંટી તેથી બમણા તાંબાના પતરા ઉપર લેપ ચડાવવો. એ પ્રમાણે બીજી વાર તાંબાથી બમણો ગંધક લીંબુના રસમાં ઘૂંટી લેપ ચડાવેલ તાંબાના પતરા ઉપર ચડાવવું. તે પછી તાંબાથી આઠગણું ગંધક અને મોરથૂથુ વાટી એક સારી હાંડલીમાં તેમાંથી અર્ધ ભૂકો નીચે નાખી લેપ કરેલ પતરૂં ભૂકા ઉપર મૂકી ગંધક અને મોરથૂથાનો બાકી રહેલ ભૂકો નાખવો. તે ઉપર એક શકોરૂં ઊંધું મૂકી માટીથી હાંડલી સાથે છાંદી લેવું. તેને ચૂલે ચડાવી ત્રણ પહોર ખૂબ તાપ આપવો. તાંબાની ભસ્મ થઈ જાય ત્યારે તે ભસ્મ એક ભાગ, પારાની ભસ્મ એક ભાગ, અને વછનાગ બે ભાગ લઈ તે બધાંને કાળાં મરીના કવાથની સાત ભાવના દેવી. એ પ્રમાણે તેમાં પીપર, સૂંઠ, આદુનો રસ, ચિત્રકનો રસ, ભેંસ, ડુક્કર, કૂકડી, કબૂતર અને મોરનાં પિત્તની છૂટી છૂટી સાત ભાવના દઈ વાટવું. પાછું ઉપર પ્રમાણે ફરી પકાવી પાકને આદુના રસમાં ઘૂંટી એક એક રતીની ગોળી કરવી. આદુના રસના અનુપાન સાથે આ ગોળી આપવાથી હરકોઈ જાતનો ભયંકર સન્નિપાત મટતો હોવાનું મનાય છે. તેનાથી ગરમી થાય તો ઠંડા ઉપચાર કરવા.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ