पुं.
[ સં. ઉદય ( ઊગવું તે ) + ચંદ્ર ( ચાંદો ) + રસ ( પારો ) ]
( વૈદ્યક ) પારાના ભેળવાળી એક દવા. ચાંદીનો વરખ અને શુદ્ધ પારો દરેક બાર માસા લઈ ત્રણ દિવસ તેમને ખરલ કરી પીઠી બનાવવી. પછી માલિની કંદ એટલે ગાંઠમાં પોલ કરી તેમાં પીઠી મૂકવી. પીઠીની નીચે અને ઉપર ચંદન અને પાતાળગરુડીની લોંદો બનાવી મૂકવો અને તે પોલને ડાટો દઈ દેવો. તેની ઉપર ચંદનના લેપવાળું લૂગડું અને ઉપર ચાર પાંચ કપડાં વીંટી જમીન ઉપર ચાર અડાયાં છાણાં ગોઠવી તેમાં તે ગોટો તપાવવો. આ પ્રમાણે એકવીસ પુટ દીધા પછી વિષ્ણુક્રાંતા, લૂણી, કાયફળ, સાટોડી, ભાંગરો, પ્રસારિણી અને ધતૂરાનાં કૂણાં પાન લઈ આકાશવેલના રસમાં વાટી ચંદનના લેપવાળી ગોળીને એક કુલડીમાં રાખી ખાલી રહેતા કુલડીનો ભાગ તે પાંદડાની લૂગદીથી ભરી દેવો. તેની ઉપર વચ્ચે કાણાવાળી એક કુલડી ઊંધી વાળવી. તે બેઉ કુલડી કપડકોટ કરી કુક્કુટપુટમાં તપાવવી. આ પ્રમાણે નવી નવી કુલડી લઈ તેંતાળીસ પુટ દેવા. આમ વારંવાર નવા ચંદનના લેપવાળી ગોળીને વિધિસર પુટ આપવાં. ઠંડા થયા પછી તેમાં શુદ્ધ શોધેલ સુવર્ણમાક્ષિક અને ગંધક છ માસા મધની સાથે અર્ધો પહોર લઢી તેમાં ઉપર જણાવેલી ગોળી રાખી કુક્કુટપુટમાં તપાવવી. તેમ કરવાથી પારાની ચાંદી સાથે ભસ્મ થઈ જશે. તે પછી કાચના પ્યાલામાં રાખી ત્રિકટુના કવાથની એકવીસ ભાવના એટલે પુટ આપવી. પછી ત્રિફલા અને આદુના રસની એકવીસ એકવીસ ભાવના આપવી. આ પ્રમાણે ત્રેસઠ ભાવના પછી તેના શીશીમાં રાખી તેમાંથી એકથી છ રતી દવા લેવી. દૂધની સાથે આ દવા લેવાથી કફપિત્ત, વાતપિત્ત અને કમજોરી મટાડે છે. આ દવા વાપરવામાં આવે તેટલો વખત તેલ, ખટાશ, ક્ષારવાળી ચીજો ન ખાવી અને મીઠું ખાણું લેવું.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.