पुं.
[ સં. ઉદય ( ઊગવું તે ) + ભાસ્કર ( સુર્ય ) + રસ ( પારાવાળી દવા ) ]
( વૈદ્યક ) એક ઔષધ. તેની બનાવટઃ પારો એક ભાગ, ગંધક બે ભાગ, તામ્રભસ્મ આઠ ભાગ, શિલાજિત ત્રણ ભાગ અને હરતાળ બે ભાગ એકઠાં કરી ખરલ કર્યા પછી મરી ત્રણ ભાગ, વછનાગ બે ભાગ મેળવી નગોડ, આદુ, ભાંગરો અને નાની અરણીના રસમાં સાત દિવસ ખરલ કરી તડકે સૂકવવું. તેમાંથી એક ચણોઠીભાર લઈ આદુના રસ, મરી અને લીંડીપીપર સાથે ખાવાથી પાંડુ રોગ, કમળો, ક્ષય, શ્વાસ, ઉધરસ, આમવાત, કૃમિ, શૂળ, ગોળો, પ્રમેહ, બરોળ, જલોદર, સંગ્રહણી, કોઢ, ધનુર્વાત વગેરે રોગોને મટાડે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.