पुं.
નાકરયુગનો ઈ.સ. ૧૭૨૦માં જન્મેલ ખેડા ગામમાં થયેલ એક જૈન કવિ. તે ૧૮૦૫માં મરી ગયો. તેણે નાનપણમાં સ્થૂલિભદ્રનો રાસ એવી શૃંગારી ભાષામાં રચ્યો હતો કે જે તેના આચાર્યના વાંચવામાં આવતાં, ઉદયરત્નને સંઘ બહાર કાઢયા હતા. તેથી તેણે `બ્રહ્મચર્યની નવવાડ` નામે, સંયમ પાળવામાં આડે આવતી અંતરાયો અને લાલચોને દૂર કરવા સારૂ સામે `વાડ` કરી લેવાના ઉપદેશનું કાવ્ય રચ્યું. એ કાવ્યરૂપી પશ્ચાત્તાપથી ખુશ થઈ એના આચાર્યે પાછા સંઘાડામાં દાખલ કર્યા. પછીનું સંયમી જીવન વધારે આકરુ બનતું ગયું. ખેડામાં ત્રણ નદીની વચમાં ચાર માસ સુધી કાઉસગ્ગ નામે અખંડ તપ એણે કર્યું. જે જગ્યાએ ઊભા રહી આ આકરું વ્રત કર્યું તે જગ્યાએ નાનો સરખો બેટ બની ગયો. આ ચમત્કાર જોઈને અને તેના ચરિત્રપ્રભાવથી અને ઉપદેશથી ત્યાંના કેટલાક વૈશ્યોએ જૈનધર્મ સ્વીકાર્યો. તે સંવત ૧૭૪૯થી ૧૭૯૯ સુધીમાં ખેડા, ઊના, પાટણ, અમદાવાદ, ઉમરેઠ અને ખંભાત વગેરે ગામોમાં રહ્યા. જંબુસ્વામી રાસ, અષ્ટપ્રકારી પૂજા રાસ, સ્થૂલિભદ્ર રાસ, મુનિયતિ રાસ, રાજસિંહ રાસ, બ્રહ્મચર્યની નવવાડ, મલયસુંદરી મહાલક્ષ્મી રાસ, યશોધર રાસ, ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ રાસ, ભુવનભુવનાવલી રાસ, લીલાવતી રાસ ( સં. ૧૭૬૭ ), શત્રુંજ્ય તીર્થમાળા ઉદ્ધાર રાસ ( સં ૧૭૬૯ ) વગેરે તેણે રચ્યાં છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.