पुं.
( વૈદ્યક ) એક ઔષધનું નામ. શુદ્ધ પારો એક ભાગ અને શુદ્ધ ગંધક બે ભાગની કજ્જલી કરી ઘીકુંવારના રસમાં એક દિવસ ઘૂંટવી. તેનો ગોળો બનાવી તેને પારાથી બમણા તાંબા સાથે એક ડાબલીમાં રાખી ડાબલી બરાબર બંધ કરી માટીના વાસણમાં મૂકી તે વાસણને રાખથી છાંદી દેવું. તે પછી તેને તાંબાના ઢાંકણથી ઢાંકી બે પહોર સુધી ચૂલે રાખવું. તાપ આપતી વખતે પાણીમાં ઓગાળેલ છાણ ઢાંકણા ઉપર ધીરે ધીરે નાખતા જવું. બે પહોર તપાવી તેને ઉતારી ઠારવું. ગોળાને કાઢી તેનો ભૂકો કરવો અને તેમાં કઠૂમર, ચિત્રક, ત્રિફલા, અમલતાસનાં પાન, વાવડિંગ અને બકુચીના કવાથની ભાવના દેવી. એક દિવસ ઘૂંટી આ રસ તૈયાર થાય છે. તેની માત્રા એકથી બે રતી છે. આ ઔષધથી કોઢ મટે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.