पुं.
( ન્યાય ) ઉપાધિના ચાર માંહેનો એક પ્રકાર; કોઈ ઉદાસીન ધર્મવાળા સાધ્યનો વ્યાપક હોય તે ઉપાધિ. જેમકે, `પ્રાગભાવ વિનાશી છે, પ્રમેય હોવાથી, ઘડાની પેઠે`. આ અનુમાનમાં પણ ભાવત્વ ઉપાધિ છે. જ્યાંજ્યાં વિનાશીપણું હોય ત્યાંત્યાં ભાવત્વ હોય. પણ જન્યત્વ ધર્મથી અવચ્છિન્ન વિનાશિત્વરૂપ સાધ્યનું જ તે ભાવત્વ વ્યાપક છે. એટલે જ્યાંજ્યાં જન્યત્વ વિશિષ્ટ વિનાશિત્વ રહે. ત્યાંત્યાં ભાવત્વ ધર્મ જરૂર રહે જન્યત્વ પ્રાગભાવરૂપ પક્ષનો ધર્મ પણ નથી અને સાધનરૂપ પણ નથી એટલે તે ઉદાસીન ધર્મ છે. માટે એ ભાવત્વ ઉપાધિ ઉદાસીન ધર્માવચ્છિન્ન સાધ્યાવ્યાપક કહેવાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.