न.
[ ઉન્નત ( ઉપસેલ ) + લેન્સ ( એક જાતનો કાચ ) ]
વચ્ચેથી ઉપસેલ ગોળ કાચ. આ કાચના બમણા નાભ્યંતર ઉપર પદાર્થ હોય ત્યારે તેનું પ્રતિબિંબ સરખા જ કદનું રહે. પણ તે પદાર્થ તેથી દૂર જાય તેમ તેમ તે વધુ નાનું થાય અને નજીક આવે તેમ તેમ તે વધુ મોટું થાય. વળી નાભિથી આઘે પદાર્થને રાખવામાં આવે તો તેનું પ્રતિબિંબ ઊંધું અને પડદા ઉપર ઝીલી શકાય એવું થાય; પણ તે કરતાં વધારે નજીક રાખવામાં આવે તો તેનું પ્રતિબિંબ ઊભું અને પડદા ઉપર ન ઝીલી શકાય એવું હોય.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.