न.
[ સં. ઉરસ્ ( છાતી ) + પિંજર ( પાંજરૂં ) ]
છાતીનો માળખો; હાડકાંનું બનેલું છાતીનું પાંજરૂં; વક્ષ:સ્થળ; `થોરૅક્સ`. નાનાં બાળકોમાં છાતીની પહોળાઈ અને આગળ પાછળની લંબાઈ લગભગ સરખી હોય તેથી તે ગોળ દેખાય. મોટી ઉમરે પહોળાઈ વધે એટલે છાતી ગોળ મટી લંબગોળ થાય. છાતીના આકારમાં થયેલો વધારા પડતા ફેરફાર રોગ સૂચવે છે. એથી ઊલટું છાતી ઉપરની માંસ પેશીઓનો વિકાસ તંદુરસ્તી સૂચવે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.