न.
[ સં. ઊર્ધ્વ ( ઊંચું ) + પાતન ( પાડવાપણું ) + યંત્ર ( સાધન ) ]
ઘન પદાર્થની વરાળ બનાવી તેને ઠારી ફરી ઘન પદાર્થ બનાવવા માટેનું યંત્ર. આ યંત્રથી પારાનું ઊર્ધ્વપાતન કરવા છ આંગળ ઊંચી, તેર આંગળ પહોળી અને સાત આંગળ પહોળા મોંવાળી માટીની બે મજબૂત માટલી લેવી. પછી ક્ષાર, હિંગ, પંચલવણ અને ખટાઈમાં પારાને ઘૂંટી નીચેની માટલીના તળિયે ચોપડવો. તેના ઉપર બીજી માટલી ઊંધી ઢાંકવી. બે માટલીનાં મોંની વચ્ચેનો સાંધો રાખ, મીઠું, માટી અને કપડાથી છાંદી લેવો. ઉપલી માટલીને તળિયે પાણી રહે તેવી ચોતરફ બબ્બે આંગળની પાળ કરવી. તેમાં એક નળ નાખવો અને પાળમાં પાણી ભરવું. ચૂલે ચડાવી સાધારણ અગ્નિ આપવો. પાણી ગરમ થાય એટલે કાઢી નાખવું અને બીજું નાખવું. એમ બાર કલાક અગ્નિ આપ્યા પછી પારો ઉપલી માટલીને તળિયે ચોંટે તે કાઢી લેવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.