पुं.
[ સં. ]
( પુરાણ ) હિરણ્યધનુષ કે હિરણ્યધેનુક નામના ભીલ રાજાનો દીકરો અને દ્રોણાચાર્યનો શિષ્ય. પાંડવ અને કૌરવોને ધનુર્વેદ શીખવવા માટે ભીષ્મે દ્રોણાચાર્યને રાખ્યા હતા. તેની પાસે બીજા ઘણા રાજપુત્રો પણ આવ્યા હતા. તેથી એકલવ્ય પણ ત્યાં આવ્યો અને શિષ્ય તરીકે સ્વીકારી વિદ્યાદાન આપવાની પ્રાર્થના કરી, પણ આચાર્યે તેનો સ્વીકાર કર્યો નહિ. તેથી એણે આચાર્ય પાસે પાદુકા માગી. દ્રોણાચાર્યે તે આપી. પછી પોતાને ઘેર આવી ભક્તિપૂર્વક આચાર્યની માટીથી મૂર્તિ બનાવી એની આગળ પોતે આણેલી પાદુકા મૂકી તેની રોજ નિયમપૂર્વક પૂજા કરી પોતાનાં ધનુષ્ય બાણ લઈ મૂતિ સામે ઊભા રહી બાણ ફેંકવાનો અભ્યાસ કરતાં વિમોક્ષ, આદાન, સંધાન વગેરે ધનુર્વિદ્યામાં પ્રવીણ થઈ ગયો. એક વખત પાંડવ કૌરવો અને બીજા રાજપુત્રો મૃગયા સારૂ ગયા હતા તેઓ મૃગની પાછળ પડ્યા હતા પણ તેનો શિકારી કૂતરો રસ્તો ભૂલી એકલવ્યની પાસે આવી ચડ્યો, તે એકલવ્યને જોઈ ભસવા લાગ્યો. એનું ભસતાં પહોળું મોં જોઈને એકલવ્યે નાનાં નાનાં બાણની એક ઝૂડી ધનુષ્ય ઉપર ચડાવી એવી આબાદ મારી કે એના પહોળા મોંમાં પેસી ગઈ. કૂતરાથી ન ભસાય કે ન મોં બિડાય એવું કરી દીધું. કૂતરો ત્યાંથી નાસીને રાજપુત્રો પાસે ગયો. તેઓને આશ્ચર્ય થયું કે આ કરનાર કોઈ જબરો ધનુર્ધર હોવો જોઈએ. તેની શોધ કરતા કરતા તેઓ જતા હતા એટલામાં હાથમાં ધનુષ્ય બાણ સહિત એકલવ્યને દીઠો. એને પૂછતાં તેણે કહ્યું કે હું દ્રોણાચાર્યનો શિષ્ય છું. આ વાત રાજપુત્રોએ દ્રોણાચાર્યને કહી. તે સાંભળી દ્રોણાચાર્ય બધા રાજપુત્રો સાથે તે જંગલમાં ગયા. દ્રોણાચાર્યને જોતાં જ એકલવ્યે પ્રણામ કર્યા અને હાથ જોડીને ઊભો રહ્યો. પછી તેની અસ્ત્રવિદ્યાની પરીક્ષા કરતાં તે સર્વથી ઉત્તમ જણાયો. પોતે કેવી રીતે અભ્યાસ કર્યો હતો તે પણ કહી સંભળાવ્યું. આથી બધાને આશ્ચર્ય થયું. આ માણસ કોઈ વખત અર્જુનને પણ ભારે પડશે એમ દ્રોણાચાર્યને લાગવાથી એમણે એકલવ્ય પાસે ગુરુદક્ષિણા માગી કે તું આજથી બાણ છોડતી વખતે તારો પોતાના અંગૂઠો કદીયે બાણને અડકાડીશ નહિ. એકલવ્યે ત્યારથી બાણને અંગૂઠો અડકાવવાનું મૂકી દીધું. આ વ્રત આજ સુધી કિરાતો પાળે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.