न.
( વહાણવટું ) એક જાતનું વહાણ; કોટીઆ; ધાઉ. આ વહાણને મીયાણા તથા ખારવા ચલાવે છે. કચ્છ, કાઠિયાવાડ તેમ જ મલબાર કાંઠામાં આ વહાણ બંધાય છે. ખલાસીની સંખ્યા બગલા તથા ભૂમથી ૧/૩ હોય છે. સઢ ઘણા ઘાટીલા તેમ જ તીખા હોય છે, જેથી પરમણ લાંબાં રાખવાં પડે છે. સઢના ગોસ નાના હોય છે. આ વહાણનો મોરો ઘણો ઢળતો હોય છે. તથા મોરાનો ઘાટ પોપટનાં માથું અને ચાંચ જેવો હોય છે. પાછળ ચિત્રામણ હોય છે. માલ અરબી વહાણથી ઓછો ઉપાડે છે. સઢ તીખા હોવાથી સામા પવનમાં અરબી વહાણથી વધારે ચાલે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં