4 |
[ હિં. કિરમાલ ] |
न. |
એક જાતનું શોભાદાર ઝાડ; કણજી; નકતમાલ; ચિરબિલ્વક; ઘૃતપૂર્ણક; પ્રકીર્ય; પૂતિક; પૂતિકરંજ; સોમવલ્ક. આશરે ૪૦ ફૂટ ઊંચાઇના આ ઝાડની છાયા ઘણી ઘાટી અને શીતળ હોય છે. લાકડું ઇમારતના કામમાં આવતું નથી. તેને ગુલાબી ઝાંયવાળાં ધોળાં, જાંબુડા રંગનાં ગુચ્છાદાર ફૂલ થાય છે. આ ઝાડ પાક વખતે તીખું, નેત્ર્ય, ઉષ્ણ રસાકાળે કડવું ને તૂરૂં છે અને ઉદાવર્ત, વાયુ, યોનિદોષ, વાતમૂલ્મ, અર્શ, વ્રણ, કંડૂ, કફ, વિષ, વિષૂચિકા, પિત્ત, કૃમિ, ત્વગ્દોષ, ઉદરરોગ, પ્રમેહ અને પ્લ્હાનો નાશ કરે છે. તેનાં ફળ ઉષ્ણ તથા લઘુ છે અને મસ્તકરોગ, વાયુ, કફ, કુષ્ઠ, અર્શ અને પ્રમેહનો નાશ કરે છે. ફળની પાપડીમાંથી બદામી રંગનું ચપટું બી નીકળે છે. તેના ૨૦ રતલ બિયાંમાંથી ૧૩ રતલ તેલ નીકળ છે. તે તેલ વાયુનો તથા કૃમિનો નાશ કરે છે અને ખસ, ઉંદરી, ગૂમડાં વગેરે ચામડીનાં દરદ ઉપર લગાડાય છે. છાલનો ઉકાળો વાયુનાં દરદમાં વપરાય છે.
|