स्त्री.
[ સં. ]
વિલાપ; શોકગીત; `એલીજી`. એલીજીનો મૂળ ગ્રીક શબ્દ એલેજીઅ કરુણકાવ્યને જ લાગુ પાડવામાં આવે એમ નિયમ ન હતો, પ્રેમ અને શૌર્યનાં તત્ત્વો પણ એ જાતનાં કાવ્યમાં જોવામાં આવતાં હતાં. તથાપિ અંગ્રેજી ભાષામાં તો અમુક પ્રકારના કરુણ કાવ્યને માટે જ એલીજી શબ્દ વપરાય છે. કરુણ પ્રશસ્તિ અંગ્રેજીમાં `એલીજી` કહે છે એ જાતિનું છે. એમાં લક્ષણભૂત સઘળાં તત્ત્વોનો વિચાર કરતાં એને માટે ‘મરણ નિમિત્તક કરુણ પ્રશસ્તિ’ અથવા ટૂંકમાં ‘કરુણપ્રશસ્તિ’ એવું નામ યોજવું ઠીક લાગે છે. ‘સ્મરણ સંહિતા’ ની પ્રસ્તાવનામાં યથાર્થ કહે છે કે કરુણપ્રશસ્તિમાં મરણ નિમિત્તક કરુણ શોકોદ્વાર ઉપરાંત જેને નિમિત્તે એ શોકોદ્વાર થયો હોય એના ગુણાનુવાદ પ્રશિસ્તિરૂપે હોવા જોઇએ. રઘુવંશમાં ઇન્દુમતિના મરણથી ઉત્પન્ન થયેલો અજવિલાપ કે કુમારસંભવમાં કામદેવના મૃત્યુથી થયેલો રતિવિલાપ એ કરુણશોકોદ્વાર છે. આપણા ‘રાજીઆ’ અને ‘રાસડા’ એ એલીજી જાતિનાં કાવ્ય છે અને તે પૂર્વોક્ત સામાન્ય અર્થ કરતાં પણ વિશેષ અર્થમાં. કારણ કે એમાં સ્વજનના મૃત્યુનિમિત્તક શોકોદ્વાર ઉપરાંત મરનારના ગુણાનુવાદની પ્રશસ્તિનું રૂપ આપવામાં આવેલું હોય છે. વળી તેમાં સાથે સાથે કેટલુંક ચિંતન પણ હોવું જોઇએ. આથી કરુણપ્રશિસ્તિનું લક્ષણ એમ છે કે: મરણ નિમિત્તક કરુણ રસથી ભરેલું, ધ્યાનાત્મક વા ચિંતનાત્મક તથા ટૂંકું અને વિલાપરૂપ કાવ્ય.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.