न.
કાળીજીરીની એક જાત. તેના ત્રિકોણાકાર અને એક કોરને છેડે અણીદાર દાણા ડૂંગળીના બી જેવા કાળા, જીરા જેવી ખુશબોવાળા હોય છે. તે અન્નપચાઉ, કૃમિધ્ન અને તાવમાં ઉપયોગી હોય છે. જ્યારે તેને હથેળીમાં ચોળવામાં આવે ત્યારે તેમાંથી લીંબુના જેવી ખુશબો નીકળે છે. તેની અંદર કંઇક ગાજરની ખુશબો મળેલી હોય તેમ જણાય છે. ઉત્તર હિંદુસ્તાનમાં એની ઉત્પત્તિ વિશેષ થાય છે. આ જીરૂં કડવું, તીખું, ઉષ્ણ, અગ્નિદીપક, વૃષ્ય, અજીર્ણનાશક અને ગર્ભાશયને શુદ્ધ કરનાર, તેમ જ આધ્માન, વાયુ, ગુલ્મ, રક્તપિત્ત, આમદોષ, કૃમિ, વાયુ તથા શૂળ મટાડનાર કહેવાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.