पुं.
[ સં. ]
એ નામનો એક ઋષિ; ઉદ્દાલકનો એક શિષ્ય; અષ્ટાવક્રના પિતાનું નામ. આ ઋષિ યુધિષ્ઠિરના અશ્વમેધ યજ્ઞમાં સોળ ઋત્વિજમાંનો એક હતો. ગુરુને ઘેર રહીને ગુરુની સારી રીતે સેવા કરવાથી એના ઉપર પ્રસન્ન થઇ ગુરુએ એને પોતાની કન્યા પરણાવી હતી. પોતાની પત્નીને લઇ એણે ગૃહસ્થાશ્રમ માંડ્યો. એક સમયે એ અભ્યાસમાં જ રહી પોતાની સ્ત્રીની અવગણના કરતો હતો, તેથી નારાજ થઇ એની સ્ત્રીના ગર્ભે એની ટકોર કરી હતી, કે “હજુ તમારે આવૃત્તિ કરવી પડે છે કે ?“ તે ઉપરથી ક્રોધ કરી એણે ગર્ભને શાપ આપ્યો કે તું અષ્ટાંગે વાંકો થઇશ. પછી કહોડ જનક રાજા પાસે દ્રવ્યની યાચના કરવા ગયો. ત્યાં વરુણપુત્ર બંદીએ અનેક ઋષિઓને વાદમાં જીતી પાણીમાં ડુબાડ્યા હતા. તેમાં એને પણ ડુબાડ્યો હતો. એના પુત્રે બંદીની સાથે વાદ કરી તેને જીતીને કહોડને છોડાવી આણ્યો હતો. ગ્રંથોમાં એને કાષીતકેય પણ કહ્યો છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.