न.
એ નામનું એક જાતનું ગાનારૂં પક્ષી; કાળીચીડી; કાળીચકલી. આ પક્ષી હિંદુસ્તાનમાં બધે જોવામાં આવે છે. વસંતઋતુની શરૂઆતમાં નરનો કંઠ ખૂલે છે. માદા કરતાં નર વધુ સુંદર અને આકર્ષક હોય છે. પાંખોનો રંગ ચળકાટવાળો અને પેટનો સફેદ હોય છે. માદાનો રંગ આછો ભૂરો હોય છે. એક જ જોડું આખી જિંદગીભર કાયમ રહે છે. તેનો ખોરાક જીવડાં છે. કોઇ કોઇ વખત ફળાહાર પણ કરે છે. ફાગણથી અષાડ માસ સુધી ઈંડાં મૂકે છે. માળો રકાબીના આકારનો વચ્ચે ખાડાવાળો હોય છે. વધારેમાં વધારે પાંચ ઈંડાં મૂકે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.